પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૨
સરદાર વલ્લભભાઈ

હોવાનું કારણ જણાવ્યું છે, પણ તે કારણ ન આપ્યું હોત કેવું સારું થાત ? પોતાની મૂર્ખાઈને તેણે માધુર્યથી સુધારવી જોઈતી હતી.”

બીજા સહકારી પત્ર ‘ટ્રિબ્યુને’ અસહકારીઓની સારી કદર કરી. તેણે લખ્યું:

“અસહકારીઓએ સત્યાગ્રહ બંધ કરી દીધો છે, એટલું જ નહીં પણ તેમના નેતાઓએ સરકારને ધન્યવાદ આપ્યો છે અને તે ઉપરાંત કહ્યું છે કે સરકારની સભ્યતાનો દુરુપયોગ ન થાય એમ અમે વર્તનથી બતાવી આપીશું. કોણ કહેશે કે અસહકારીઓ અવળા અને કદી સમાધાન ન કરે એવા જક્કી છે?”

આવા સંપૂર્ણ અને શીઘ્રર થયેલા વિજયથી કાર્યકર્તાઓ અતિ ઉત્સાહમાં આવી જાય તે સ્વાભાવિક હતું. પણ સરદાર તે વખતે પોતાના મગજનું સમતોલપણું કેવી રીતે જાળવી રહ્યા હતા અને સત્યાગ્રહના સિદ્ધાંતોની કેવી ઊંડી સમજ બતાવી રહ્યા હતા તથા તે આચારમાં મુકાય તેનો પ્રયત્ન કરી રહ્યા હતા તે એમના દરબાર સાહેબ તથા પંડ્યાજી ઉપર લખેલા નીચેના કાગળ ઉપરથી તથા વિજયોત્સવ વખતે આપેલા નમ્રતાપૂર્ણ ભાષણ ઉપરથી દેખાઈ આવે છે :

તા. ૧૧-૧-’૨૪
 
પ્રિય ભાઈ ગોપાળદાસભાઈ તથા મોહનલાલ પંડ્યા,
તમારી પત્રિકા તથા ભાષણ હમણાં ભાઈ ભાસ્કર લઈને આવ્યા. આ પ્રસંગે મને ધર્મસંકટ આવ્યું છે. મને લાગે છે કે બંને લેખો આપણી લડત અને જીતના અવસરને પ્રતિકૂળ છે. સત્યાગ્રહી જીતને પ્રસંગે પ્રતિપક્ષીને હારની ચોટ ન લાગવા દે તો જ સત્યાગ્રહ સમજ્યા ગણાય. આપણે આ લેખ પ્રસિદ્ધ કરીશું તો આપણી જીતની મહત્તા ગુમાવી બેસીશું એવો મને પાકો ભય છે. એટલે આ વખતે અત્યંત દુ:ખથી તમારી બેઉની ઉપરવટ થઈ એ લેખ છાપવાની વિરુદ્ધ પડી મારી પાસે જ રાખી મૂકું છું. મને ચોક્કસ ખાતરી છે કે મારી સલાહ થોડા વખત પછી તમે સાચી માનશો. આ પ્રસંગે આપણે સરકારી અમલદારોની વિરુદ્ધ એક પણ શબ્દ ન બોલીએ એમાં જ આપણી શોભા છે. માત્ર આપણી પોતાની નબળાઈઓ તપાસી લઈએ અને પ્રજાને આગળ ચઢાવવાનો શુદ્ધ પ્રયોગ શરૂ કરીએ તો જ આપણે જીત્યા ગણાઈએ.
આવતી કાલની સભામાં જે સંગીતનો કાર્યક્રમ રાખ્યો હોય તેમાં માત્ર ઈશ્વરભજન અને પ્રસંગને અનુકૂળ, જેવાં કે ‘રામબાણ વાગ્યાં હોય તે જાણે’ એવાં જ ભજન રાખીએ તો સારું. મને વિશ્વાસ છે કે તમે મારી સલાહ ઉદારતાથી માની લેશો. વિશેષ રૂબરૂ મળીશ ત્યારે ખુલાસો કરીશ.

જાન્યુઆરીની બારમી ને શનિવારે બોરસદમાં સત્યાગ્રહની લડતની પૂર્ણાહુતિનો મોટો ઉત્સવ થયો. લોક તો કીડીઓની માફક ઊભરાતું હતું. અમદાવાદ અને