.
૨૩
ગૃહજીવનમાં ડોકિયું
સરદારને ગૃહજીવન જેવું અત્યારે તો જાણે કશું રહ્યું જ નથી. ગાંધીજીની સાથે ખેડા જિલ્લાની સત્યાગ્રહની લડતમાં ઝંપલાવ્યું ત્યારથી કુટુંબને માટે કમાવાની, છોકરાંને વિલાયતની કેળવણી આપવાના, વગેરે વિચારોને તેમણે તિલાંજલિ આપી દીધી. કુટુંબ પ્રત્યેની લાગણી, કુટુંબને મદદરૂપ થવાની વૃત્તિ તેમનામાં પહેલેથી જ હતી. આજે દેશ એમનું કુટુંબ બન્યો છે અને દેશને માટે કામ કરનારા સાથીઓ એમના કુટુંબીજનો બન્યા છે. પહેલાં સગાંસંબંધીનું નાનું કુટુંબ હતું તે આજે બહુ બહોળું બન્યું છે. પણ મૂળ સંસ્કાર તો એ જ છે. ઉત્તરોત્તર એ વિશુદ્ધ અને વિશાળ થતા ગયા છે.
વિદ્યાભ્યાસ બહુ ગરીબીમાં, કુટુંબ ઉપર બની શકે તેટલો ઓછો બોજો નાખીને કર્યો. વકીલ થયા પછી પ્રેક્ટિસ શરૂ કરી તે વખતે ઘર વસાવવાનું પણ પાસે કાંઈ સાધન ન હતું. એટલે વાસણકૂસણ અને બીજી ઘરવખરી દેવું કરીને નડિયાદની ગુજરીમાંથી તથા બ્રાહ્મણો પાસેથી મરણ પાછળ મળેલી સજ્જામાંનાં ખરીદેલાં. ગોધરામાં વકીલાત શરૂ કરી એટલામાં ત્યાં પ્લેગ ચાલ્યો એટલે થોડા મહિના ગાંઠના રોટલા ખાઈને ત્યાં રહેવું પડ્યું. એવી સ્થિતિમાં પણ પોતાને ઘરની ફિકર કેટલી રહેતી તે ત્યાંથી તા. ૧૬–૩–’૦૧ ના રોજ મોટાભાઈને લખેલા નીચેના કાગળમાંથી જણાઈ આવે છે :
- મુ નરસીભાઈ,
- અત્રે પ્લેગનું જોર વધવા માંડ્યું છે. રોજના દસ કેસ થાય છે અને ઉંદર બહુ પડે છે. તેથી હજુ બહુ જોરથી પ્લેગ ચાલશે એવો સંભવ છે. હાલ કોર્ટમાં બિલકુલ કામ નથી. તેમ પ્લેગને લીધે હવે બે ત્રણ મહિના સુધી કંઈ ચાલવાનો સંભવ નથી. માટે હાલમાં ઘરનું ખર્ચ ખાઈને બેસી રહેવાનું છે. પણ તેથી ફિકર કરશો નહીં. હું પાસ થયો છું એટલો ઈશ્વરનો ઉપકાર માનવાનો છે. વ૨સ સારાં આવશે એટલે બિલકુલ અડચણ પડવાની નથી. માટે મારા તરફની બિલકુલ ફિકર કરશો નહીં. મારું અત્રે સારું ચાલે એટલે મારો ત્યાં આવવાનો વિચાર હતો, પણ હાલ તો તેમ કાંઈ બનવાનું નથી. પણ મારાથી આખરે બનશે એટલી મદદ હું તમને કરીશ. ઘરના તરફની મને હમેશ લાગણી થાય છે. પાસ થવાથી ચિંતા ઓછી થઈ છે. તમને હું શી રીતે મદદ કરું, એ વિચાર રાતદિવસ આવે છે. મારા ઉપર ઈશ્વરની મહેરબાની
૩૨૯