પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૨
સરદાર વલ્લભભાઈ


વકીલાત કરતા ત્યારથી જ બન્ને બાળકોને વિલાયતની કેળવણી આપવાનો વિચાર હોઈ વિલાયત ગયા ત્યારે એમને મુંબઈમાં સેન્ટ મૅરીઝ હાઈસ્કૂલમાં દાખલ કર્યાં. ત્યાં બોર્ડિંગ ન હતી એટલે એ સ્કૂલની એક અંગ્રેજ બાઈ શિક્ષિકાને ત્યાં એમને બોર્ડર તરીકે મૂક્યાં. બન્નેએ ત્યાં વિલાયતી ઢબનો પોશાક પહેરવા માંડ્યો. મણિબહેન કહે છે કે, ‘અમારાં બૂટ, મોજાં, હૅટ તથા બીજાં કપડાં વાઈટવે તથા ઈવાન્સ ફ્રેઝરને ત્યાંથી ખરીદવામાં આવતાં. અમારે માટે એક ખ્રિસ્તી આયા રાખવામાં આવેલી. એની સાથે કોઈ કોઈ વાર રવિવારે દેવળમાં જતાં. શિક્ષિકાઓ સાથે તો અમારે અંગ્રેજીમાં જ વાત કરવાની હતી પણ અમને ભાઈબહેનને અંદર અંદર પણ અંગ્રેજીમાં વાત કરવાની ફરજ પાડવામાં આવતી. એ અંગ્રેજ બાઈને ત્યાંથી ઘેર આવ્યા પછી પણ જ્યારે અમારે એકબીજાને કાગળ લખવાનો પ્રસંગ આવતો ત્યારે અમે અંગ્રેજીમાં કાગળ લખતાં. આમ બધી રીતે અમને વિલાયતી ઢબની કેળવણી આપવાનો પ્રયત્ન ચાલતો.’ બેએક વર્ષ અંગ્રેજ બાઈ ને ત્યાં રહ્યા પછી ડાહ્યાભાઈને ઉટાંટિયો થઈ આવ્યો એટલે વિઠ્ઠલભાઈ બન્ને બાળકોને પોતાને ઘેર લઈ આવ્યા. સરદારના વિલાયતથી પાછા આવ્યા પછી પણ બન્ને ભાઈબહેન ઘણી વખત મુંબઈમાં વિઠ્ઠલભાઈ પાસે રહેલાં.

સરદારના વિલાયતથી લખેલા થોડા કાગળો મળ્યા છે, તે કુટુંબ પ્રત્યેના ભાવથી અને માતાપિતા પ્રત્યેની ભક્તિથી ઊભરાતા છે. કેમ કાગળ લખતા નથી એવા મોટાભાઈના ઠપકાના જવાબમાં નીચેનો કાગળ લખેલો જણાય છે. વળી પોતે બધાને ખબર આપ્યા વિના એકાએક વિલાયત જવા ઊપડી ગયા તેનો પણ ખુલાસો કર્યો છે :

લંડન, તા. ૧૬–૧૨–’૧૦
 
મુ. ભાઈશ્રી નરસીભાઈ,
આપનો પત્ર મળ્યો છે. ચિ. કાશીભાઈને હું કાગળ લખતો હતો. અને ઘેર ખબર આપવા તથા ઘરની ખબર લખવા વારંવાર લખેલું. પરંતુ એમનો કંઈ જવાબ આવતો નથી.
મારી તબિયત સારી છે. ઘરની ખબર વારંવાર લખતા રહેશો. મણિને માટે મેં ડાહીબાને કાગળ લખ્યો છે અને મુંબઈ પણ કાગળ લખ્યો છે. એટલે મણિ ડાહીબાની પાસે[૧]રહેશે.
નવો કાયદો×[૨] અમલમાં આવવાથી લાચારી સાથે મારે ઉતાવળ કરી અહીં આવવાની જરૂર પડી. નહીં તો ફરી મારાથી આવવાનું બની શકે તેમ
  1. ❁ મુંબઈની નિશાળમાં લાંબી રજાઓ પડે તે વખતે મણિબહેન ડાહીબાની પાસે રહેતાં.
  2. × અહીંના એલએલ. બી. જ બૅરિસ્ટરની પરીક્ષા આપી શકે એવો કાયદો