પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૩૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૪
સરદાર વલ્લભભાઈ


મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી ગોવર્ધનભાઈ ઈશ્વરભાઈ પટેલે શ્રી ભગતની મ્યુનિસિપલ કારવાઈ સંબંધી ઘણા સવાલ પૂછ્યા હતા અને તેની બધી હકીકત મ્યુનિસિપાલિટીનાં જૂનાં દફતરમાંથી તારવી કાઢી તા. ૧૦-૯-’૨૬ની જનરલ બોર્ડની મીટિંગમાં મ્યુનિસિપલ ઉપપ્રમુખ શ્રી બલુભાઈ ઠાકોરે વિગતવાર આપી હતી તેમાંથી સારરૂપે નીચેનું લીધું છે.

સને ૧૯રપમાં એક વર્ષ અજમાયશ ખાતર ‘પ્રોબેશનર’ તરીકે શ્રી ભગતને ચીફ ઑફિસર તરીકે નીમવામાં આવેલા. તેમણે તે વખતના મ્યુનિસિપલ એન્જિનિયર શ્રી ગોરેની સામે લખાણો કરીને કેટલાક સખત આક્ષેપો કર્યા. મ્યુનિસિપલ એન્જિનિયર ચીફ ઑફિસરના જેટલા જ દરજ્જાના અમલદાર ગણાય, અને તેની સામે આવા આક્ષેપ થાય એ ગંભીર બાબત ગણાય. એટલે મ્યુનિસિપલ પ્રમુખ તરીકે સરદારે આ બાબતની તપાસ હાથ પર લીધી અને એ તપાસમાં પોતાને મદદ કરવા માટે મ્યુનિસિપાલિટીના માજી પ્રમુખ સર રમણભાઈને વિનંતી કરી. એમણે એ ખુશીથી સ્વીકારી. એ તપાસમાં એમ માલુમ પડ્યું કે શ્રી ભગતે કરેલા આક્ષેપો તદ્દન બિનપાયાદાર છે અને શ્રી ભગતનું શ્રી ગોરે પ્રત્યેનું વર્તન ઉદ્ધત, ઉતાવળિયું અને ગેરવાજબી છે. આટલું જ હોત તો તે શ્રી ભગતને સમજાવી તેમને ઠેકાણે રાખવાનો પ્રયત્ન કરવામાં આવત. પણ શ્રી ભગત પહેલાં જ્યારે ચીફ ઑફિસરના પર્સનલ આસિસ્ટન્ટના હોદ્દા પર હતા તે વખતથી તેમના વર્તન અને તેમનાં કેટલાંક કામોને લીધે મ્યુનિસિપાલિટીમાં ભારે અસંતોષ હતો. તેઓ પોતાના તાબાના માણસો પ્રત્યે તેમ જ બીજાં ખાતાંના હોદ્દેદારો પ્રત્યે બહુ અસભ્ય અને તોછડું વર્તન ચલાવતા. એક વખત તો એક જિલ્લા ઇન્સ્પેક્ટરે પોતાની ઉપર શ્રી ભગતે હુમલો કર્યાની ફરિયાદ પણ સિટી મૅજિસ્ટ્રેટની કોર્ટમાં કરી હતી, અને તેમાં તેમને દોષિત પણ ઠરાવવામાં આવ્યા હતા, જોકે અપીલમાં તેઓ નિર્દોષ ઠર્યા હતા. એક સેસ કલેક્શન સુપરિન્ટેન્ડેન્ટે પોતાની સતત સતામણીની અને પોતાને ખરાબ કરવાની ધમકી આપ્યાની ફરિયાદ ચીફ ઑફિસરને કરેલી અને તેમાં ચીફ ઑફિસરે શ્રી ભગતની વર્તણૂક વખોડી કાઢી હતી. એક મ્યુનિસિપલ કમિશનર મિ. ભાવેએ શ્રી ભગતની પોતાના ઉપરી પ્રત્યે નહીં છાજતી વર્તણૂક અને ઉદ્ધતાઈ માટે પોતાના પર્સનલ આસિસ્ટન્ટ તરીકેનું કામ એને આપવાની ના પાડી હતી. છેવટે બોર્ડે આ બાબતનો એવી રીતે નિકાલ કર્યો હતો કે પ્રમુખ સર રમણભાઈ, ઉપપ્રમુખ તથા સરદાર એ ત્રણ જણ જેવો મુસદ્દો કરે તે પ્રમાણેની લેખી માફી શ્રી ભગતે માગવી. આ માફીનો મુસદ્દો અને તેને લગતા કાગળો ફાઈલમાંથી કાઢી લીધા હોય એમ જણાય છે. એક મ્યુનિસિપલ એન્જિનિયર શ્રી મલીકે ભગતની ચારે બાજુ કાદવ ઉડાડવાની