પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૭
મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે


તે વખતે બારડોલી સત્યાગ્રહ શરૂ થઈ ચૂક્યો હતો અને સરદારે બધો વખત બારડોલીમાં જ રહેવાની જરૂર હતી. એટલે મ્યુનિસિપાલિટીના કામમાંથી છૂટ્યા એ સરદાર માટે તો ઇષ્ટાપત્તિ સમાન થયું.

સને ૧૯ર૭ના જુલાઈ માસમાં સુરત મુકામે પહેલી સ્થાનિક સ્વરાજ પરિષદ થયેલી તેના પ્રમુખપદેથી સ્થાનિક સ્વરાજના તંત્રને કેવી કેવી મુશ્કેલીઓ હોય છે અને સરકાર તેમાં મદદ કરવાને બદલે ઊલટા કેવા વિશેષ બોજા તેના ઉપર નાખે છે તેનું અમદાવાદ મ્યુનિસિપાલિટીના પોતાના જાતઅનુભવને આધારે તેમણે સરસ વર્ણન કર્યું છે. તેમાંથી કેટલાક ફકરા ટાંકી આ પ્રકરણ પૂરું કરીશું :

“સ્વચ્છ અને પૂરતા પાણીની, સારી ગટરોની, સાંકડા અને ગલીચ રસ્તાઓ ખુલ્લા કરવાની, સારા રસ્તાઓની, હવાઅજવાળાવાળાં શાળાઓનાં મકાનોની, બાળકોની રમવાની જગ્યાઓની, સફાઈ સુધારવાની, મ્યુનિસિપાલિટીની ઑફિસનાં મકાનોની, દવાખાનાંનાં મકાનોની, બજારોની, કતલખાનાંની, એવી એવી તાત્કાલિક જરૂરિયાતોની ચોમેરથી બૂમ પડે છે; જ્યારે નાણાંને અભાવે ઘણીખરી મ્યુનિસિપાલિટીઓ પીડાય છે અને એમાંનું કાંઈ કરી શકતી નથી.”
 * * *
“સ્થાનિક સ્વરાજ્યનું તંત્ર ચલાવવામાં સૌથી વધારે મહત્ત્વનો પ્રશ્ન તેની આર્થિક મુશ્કેલીના ઉકેલનો છે. આ સવાલે સુધારાના અમલ પછી જ વધારે ગંભીર સ્વરૂપ પકડેલું છે. તે પહેલાં સ્થાનિક સ્વરાજની જવાબદારીઓ ઓછી હતી. સરકારનો કાબૂ વિશેષ પ્રમાણમાં હોવાથી સ્થાનિક અમલદારોની અને સરકારની સહાનુભૂતિ રહેતી હતી. પ્રજા મોટે ભાગે તેમને જવાબદાર ગણતી હતી. આ ઉપરાંત દરેક મહત્ત્વના કાર્યમાં નાણાંની મદદ મળતી હતી. પાણીની, ગટરની, શહેર સુધરાઈની, લોકોપયોગી મકાનોની, શાળાનાં મકાનોની અને એવી એવી દરેક જાહેર ઉપયોગી યોજનાઓમાં સરકાર પાતાનો ફાળો નિયમસર આપતી હતી. આવી તમામ મદદ સુધારાનો અમલ શરૂ થયા પછી બંધ કરવામાં આવી છે. આ સંબંધમાં હું મારો પોતોનો અમદાવાદ મ્યુનિસિપાલિટીનો અનુભવ આપની પાસે રજૂ કરીશ. પાણી અને ગટરની યોજના અમલમાં મૂકવા માટે અમે રૂપિયા પિતાળીસ લાખની લોન સરકારની મંજૂરીથી લીધેલી છે. તેમાં સરકારના ઠરાવ પ્રમાણે અરધી મદદ સરકારે આપવી જોઈએ. તે મદદની અરજી આજ ચાર વર્ષથી અધ્ધર લટકે છે. પૂનામાં ભાંબુર્ડા નગરરચનાની યોજનામાં સરકારે સોળ લાખ રૂપિયા ખરચી યોજના શરૂ થતાં પહેલાં પુલ બંધાવ્યો. તે ઉપરથી અમદાવાદ મ્યુનિસિપાલિટીએ તેના જ જેવી એલિસબ્રિજની નગરરચનાની યોજના તૈયાર કરીને જે શરતોથી પૂનામાં પુલ બાંધ્યો તે શરતોથી અમદાવાદમાં