પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૧
ગુજરાતમાં રેલસંકટ

લોનો તથા દલિત વર્ગના ગરીબ લોકોને મફત મદદ મળશે. પણ મધ્યમ વર્ગના ગરીબ માણસો જેમની પાસે કોઈ જાતની જામીનગીરી ન હોય તેમને સરકાર તરફથી મદદ મળી શકે એમ નથી. આવાઓને મદદ આપવાનું સેન્ટ્રલ ફંડે માથે લીધું છે. આ ઉપરાંત ધર્મશાળાઓ, મંદિર, મસ્જિદો, લાઇબ્રેરીનાં મકાનો, હરિજનના કૂવા વગેરેને નુકસાન પહોંચ્યું છે તે સમરાવવામાં તથા ગામતળ બદલવા માટે જમીન મેળવવાની હોય તેમાં સેન્ટ્રલ ફંડ મદદ કરશે. સેન્ટ્રલ ફંડ કઈ એજન્સી મારફત આ કામ કરે એનો વિચાર કરતાં લાગે છે કે પ્રાંતિક સમિતિના કાર્યકર્તાઓ મારફત જ એ કામ કરવું સઘળી રીતે યોગ્ય છે એમનામાંથી થોડાંકનાં નામ લઇએ તો ભરૂચમાં ડૉ. ચંદુલાલ દેસાઈ, વડોદરામાં ડૉ. સુમન્ત મહેતા, આણંદમાં ઠક્કર બાપા, માતરમાં શ્રી નરહરિ પરીખ, ડાકોરમાં શ્રી મોહનલાલ પંડ્યા, નડિયાદમાં શ્રી લક્ષ્મીદાસ પુરુષોત્તમ, એવા વિશ્વાસપાત્ર અને અનુભવી કાર્યકર્તાઓ ગોઠવાઈ ગયા છે ત્યારે સેન્ટ્રલ ફંડ તરફથી બીજા માણસો ન જ મોકલી શકાય. આવા કાર્યકર્તાઓ કરતાં સારાની વાત તો કોરે રહી, પણ આમના જેવા સાચા અને વિશ્વાસપાત્ર બીજા કાર્યકર્તાઓ સેન્ટ્રલ ફંડને મળવા અશક્ય છે એટલે સેન્ટ્રલ ફંડે પોતાની તરફનું બધું કામ એમની મારફત કરવાનું નક્કી કર્યું છે.

સેન્ટ્રલ ફંડ તરફથી ઘરો બાંધવાની મફત મદદ માટે ખેડા જિલ્લામાં લગભગ સવાત્રણ લાખ રૂપિયા અપાયા અને વડોદરા રાજ્યમાં એક લાખ એકત્રીસ હજાર રૂપિયા અપાયા. તે ઉપરાંત સારી રકમનો સિમેન્ટ મફત વહેંચવામાં આવ્યો. વળી વડોદરા રાજ્યમાં તો તાત્કાલિક પ્રાથમિક મદદ માટે સેન્ટ્રલ ફંડ તરફથી ચાલીસેક હજાર રૂપિયા ખર્ચાઈ ચૂક્યા હતા. ગામતળની જમીન મેળવી આપવા માટે, ધર્મશાળા વગેરે સાર્વજનિક મકાનની દુરસ્તી માટે તથા હરિજનના કૂવા સમરાવી આપવામાં સેન્ટ્રલ ફંડ તરફથી લગભગ પંચોતેર હજાર રૂપિયા મદદ આપવામાં આવી.

બાંધકામ સારુ રોકડ રૂપિયાની મદદ આપવામાં આવે અને તેને વાજબી ભાવે માલ ન મળી શકે તો મદદનો મોટો ભાગ વેપારીઓના નફામાં ચાલ્યો જાય. તે માટે પ્રાંતિક સમિતિ તરફથી મકાન બાંધકામનો સામાન વેચવાની દુકાનો ખોલવાની યોજના ઘડી કાઢવામાં આવી અને એ કામ એક પેટાસમિતિની દેખરેખ નીચે વડોદરાના કંટ્રાક્ટર શ્રી મગનભાઈ શંકરભાઈ પટેલને સોંપવામાં આવ્યું. તે એમણે પ્રામાણિકપણે અને બાહોશીથી યશસ્વી રીતે પાર ઉતાર્યું. બિયાવું આપવામાં અનુભવ થયો હતો કે તગાવીની રોકડ રકમ આપવાને બદલે એટલી રકમની પ્રાંતિક સમિતિની બીની દુકાન ઉપર ચિઠ્ઠી આપવાથી તગાવીની રકમ બીજા કામમાં વાપરી નાખવાની લોકોને