પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૪૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪૯
સરદાર વલ્લભભાઈ

ચોથાઈ દંડ વસૂલ કરવામાં આવ્યા હતા તે પાછા આપવાની બાબતમાં મુશ્કેલી ઊભી કરી. જે સત્યાગ્રહીઓની જંગમ મિલકત જપ્ત થઈ નહોતી અને જેમણે સમાધાની થઈ ત્યાં સુધી એક કોડી ભરી નહોતી તેમને આ ચોથાઈ દંડ આપવાનો નહોતો; તો જેમના ઉપર લડત દરમિયાન જપ્તીઓ થઈ હતી અને જેમણે ઢોરઢાંખર ખોયાં હતાં તેમણે શા સારુ ચોથાઈનો દંડ આપવો જોઈએ ? આ ઉપરાંત તપાસ કમિટીમાં નીમવાના અમલદારોનાં નામોમાં પણ સર ચૂનીલાલ મહેતા સાથે સરદારને થયેલી વાતમાં આ અમલદારોએ ફેરફાર કર્યો અને જુદાં નામો જાહેર કર્યાં. સરદારને તેની સામે પણ વાંધો હતો. છતાં સરદારે રેવન્યુ મેમ્બરને જણાવ્યું કે એક વાર અમલદારોની નિમણૂક જાહેર થયા પછી તે ફેરવવાની સરકારની મુશ્કેલી હું સમજી શકું છું. પણ આ ચોથાઈ દંડ પાછો આપવાનું ન બને તો તો સત્યાગ્રહી તપાસ સમિતિ વિના ચલાવી લેશે. એટલે ફરી ગવર્નરને વચ્ચે પડવું પડ્યું. તેમણે કહ્યું કે ચોથાઈ દંડની બાબતમાં કશી મુશ્કેલી નહીં આવે, માત્ર શ્રી વલ્લભભાઈ એ કમિટીની નિમણૂક સ્વીકારવી જોઈએ. ફરી એક વાર સિદ્ધ થયું કે ગવર્નર જ્યારે શાંતિને માટે ઉત્સુક હતા ત્યારે તેમના સલાહકારો મુશ્કેલીઓ જ ઊભી કરતા હતા. ચેતતા નર સદા સુખી એ સૂત્રને અનુસરીને સરદારે રેવન્યુ મેમ્બરને કાગળ લખીને જણાવ્યું કે : ‘કમિટીની નિમણૂક તો હું સ્વીકારું છું પણ તે એવી સ્પષ્ટ શરતે કે તપાસ દરમિયાન કોઈ પણ વખતે મને લાગે કે કામ ન્યાયપુરઃસર ચાલતું નથી અથવા તપાસને અંતે મને એમ લાગે કે કમિટીનો નિર્ણય પુરાવામાંથી નીકળી શકે એવો નથી અને અન્યાયી છે તો સરકારને પાછી લડત આપવાની મને છૂટ રહેશે.’

પછી બારડોલીમાં, સુરતમાં અને ગુજરાતનાં બીજાં શહેરોમાં વિજયની ઉજવણી ચાલી. એનાં દૃશ્ય જેવાં ભવ્ય હતાં તેવાં જ પાવક હતાં. નાગપુર અને બોરસદના વિજય વખતે ગાંધીજી જેલમાં હતા પણ આ વખતની સભાઓમાં ગાંધીજી હાજર હોય એટલે સરદારને બહુ મૂંઝવણ થતી. તેમની સમક્ષ માનપત્રો લેવાં એ એમને ભારે વસમું લાગતું. બારડોલીમાં તેમણે સાફ કહ્યું, માનપત્ર આપવાનો સમય જ હજી નથી આવ્યો, એ તો ૧૯૨૨ની પ્રતિજ્ઞાનું પાલન


    તપાસ નીમવામાં આવી.’ તપાસ કમિટીનો રિપોર્ટ બહાર પડ્યા પછી આઠ મહિને રેવન્યુ મેમ્બર બોલ્યા : ‘ઝઘડાનું મોં કાળું કરવાની ખાતર જ સરકારે તપાસ કમિટીની ભલામણો સ્વીકારી. બાકી કમિટીએ એકઠી કરેલી અને સ્વીકારેલી હકીકતો ઉપરથી તો, તેઓ જે નિર્ણય ઉપર આવ્યા તેથી ઊલટા જ નિર્ણય ઉપર આવી શકાય તેમ હતું.’