પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૭
યરવડા જેલમાં ગાંધીજીની સાથે

તેમની શક્તિનો તેમને સંગ્રહ કરવા દેવો. પરંતુ એમના અંતરાત્માના રક્ષક તરીકે સફળ થવાની તમને શકયતા લાગતી હોય તો તમને કશી સલાહ આપવી એ મારે માટે ધૃષ્ટતા ગણાચ; જોકે મને તો નિઃશંક લાગે છે કે મારી માન્યતા જ સાચી છે. ”

તા. ૭-૫-'૩૩ : સવારે બાપુ કહે : “વારુ, હવે તો ભગવાન રાખશે તો ૩૦મીએ ગીતા બોલાશે. અને બધા સાથે તો કોણ જાણે ક્ચારે ? ”

વલ્લભભાઈ : “હું તો ર૯મીએ સાથે શી રીતે હોવાનો ? ”

બાપુ : “ઈશ્વરની શક્તિ અપાર છે. એ ન ધારેલી વસ્તુ કરાવે છે. ૨૮મીએ જ ભેગા થઈ જઈએ તો ? ”

[ઉપવાસ શરૂ થયા તે જ દિવસે એટલે તા. ૮-૫-'૩૩ના રોજ સાંજે છ વાગ્યે બાપુને છોડી મૂક્યા. ઉપવાસ પૂરા થયા પછી તેમણે લડતને સામુદાચિકને બદલે વ્યક્તિગતનું રૂપ આપ્યું.

તા. ૧-૮-'૩૩ ના રોજ સાબરમતી આશ્રમ વિખેરી નાખી રાસ ગામે પગપાળા કૂચ કરવાની હતી. આગલી રાતે જ બાપુને અને કૂચ કરનારાં આશ્રમવાસીઓને પકડી લીધાં. બાપુને તા. ૨ જીએ યરોડા જેલમાં લાવવામાં આવ્યા. ચાર્ડમાં પેસતાં વલ્લભભાઈને જોવા ઝંખતા હતા. ત્યાં ન મળે વલ્લભભાઈ કે ન મળે છગનલાલ જોષી. તા. ૧લીએ જ સરદારને નાશિક લઈ જવામાં આવ્યા હતા. બારણાં ઉપર સીલ મારેલાં હતાં.]

બાપુ કહે : “માળો જેમનો તેમ છે, પણ પંખી ઉડી ગયાં છે.”

પછી અમને કહેવામાં આવ્યું કે સરદારને ઓપરેશન માટે મુંબઈ લઈ ગયા છે અને છગનલાલ જોષીને સેપરેટમાં મૂકવામાં આવ્યા છે. થોડા દિવસ પછી ખબર પડી કે વલ્લભભાઈને ઓપરેશન થયું જ નથી. પણ અહીંથી સીધા નાશિક લઈ ગયા છે. બાપુ કહે : “ એટલે વલભભાઈને પણ એ લોકોએ છેતર્યા જ ને ? એમને બિચારાને એવી છાપ હતી કે ઓપરેશનને માટે લઈ જાય છે. કેવી નીચતા ? આ ધા ઝટ રૂઝાય એવો નથી. તા. ૧૨-૮-'૩૩ના રોજ રાત્રે સૂતા સૂતા ભતૃહરિ નાટકમાંથી એક લીટી ચાદ કરીને બાપુ કહે : “ એ રે જખમ જોગે નહી મટે રે.” એ લીટી વલ્લભભાઈને વિખૂટા પાડ્યા એ વિચારીને હર વખતે યાદ આવે છે. એમને કાગળ લખવાનું મન થતું હશે પણ એમના કાગળ કોણુ આવવા દે? "

તા. ૮મી મેએ ગાંધીજીને જ્યારે છોડી મૂકવામાં આવ્યા ત્યારે એમણે જે નિવેદન કરેલું તેમાં સરદાર વિષે નીચે પ્રમાણે લખેલું :

“ જેલમાં સરદાર વલ્લભભાઈ સાથે રહેવાનું મળ્યું એ એક મોટો લહાવો હતો. તેમની અદ્વિતીય શૂરવીરતા અને જ્વલંત દેશપ્રીતિની તો મને ખબર હતી, પણ આ સોળ મહિના તેમની સાથે જે રીતે રહેવાનું સદભાગ્ય મને સાંપડયું તેવી રીતે કદી હું તેમની સાથે રહ્યો નથી. તેમણે પ્રેમથી મને જે તરબોળ કર્યો છે તેથી તો મારી વહાલી માતાનું સ્મરણ થઈ આવતું. તેમનામાં આવા માતાના ગુણો હશે તે તો હું જાણતો જ નહોતો. મને જરાક કંઈક થાય તે એ પથારીમાંથી ઊઠ્યા જ છે. મારી સગવડની નાનામાં નાની વસ્તુ માટે પણ તેઓ જાતે