પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૬
સરદાર વલ્લભભાઈ
ઉપકાર આપણે કદીયે ન ભૂલવો જોઈએ. આ ટાણે એ સૌને આપણે મુબારકબાદી આપીએ.”

કિસાનોનું બળ તેમના સંગઠનમાં રહેલું છે. તેઓમાં ધર્મને નામે અનેક વહેમ અને પાખંડ ઘૂસી ગયાં છે તે કાઢવાનાં છે, પોતાના સાંસારિક રીતરિવાજો સુધારવાના છે. સ્વચ્છતાના પાઠ શીખવવાના છે, વગેરે સલાહ આપી અને કહ્યું :

“તમે તમારું સાચું અને મજબૂત સંગઠન ખડું કરો. ઉપરાંત મેં જે નબળાઈઓ ચીંધી છે તે દૂર કરો, આળસ છોડી દો, વહેમો ફગાવી દો, કોઈનો ડર ન રાખો, કુસંપનો ત્યાગ કરો, કાયરતા ખંખેરી નાખો, હિંમત રાખો, બહાદુર બનો અને આત્મવિશ્વાસ રાખતાં શીખો. આટલું કરશો તો તમે જે ઇચ્છો છો તે એની મેળે આવી મળશે. જગતમાં જેને માટે જે લાચક હોચ છે તે તેને મળે જ છે. આપણી ઉમેદ મોટી છે. આપણે ગુલામીની બેડીઓ તોડી, સ્વતંત્રતા મેળવી રાજસત્તાની લગામ આપણા હાથમાં લેવા માગીએ છીએ. આવી મોટી ઉમેદ રાખવાનો આપણો અધિકાર છે. આ માટે અધિકાર પ્રાપ્ત કરવા માટે આપણે ભગીરથ પ્રયત્ન કરવો જોઈએ. પ્રત્યન કરનારને પ્રભુ મદદ કરે છે. પ્રભુ તમારું ભલું કરો.”

એટલામાં કૉંગ્રેસના અધિવેશનનો વખત આવી ગયો. અધિવેશન લખનૌમાં ભરાવાનું હતું. ૧૯૩૧ની કરાંચી કૉંગ્રેસ વખતથી જ નક્કી કરવામાં આવ્યું હતું કે કૉંગ્રેસનું અધિવેશન ડિસેમ્બરમાં ભરવાને બદલે માર્ચ અથવા એપ્રિલમાં ભરવું. મુંબઈમાં ’૩૪ના ઓક્ટોબરમાં જ કૉંગ્રેસનું અધિવેશન ભરાયું હતું. એટલે પછીનું અધિવેશન ’૩૬ના માર્ચમાં ભરવાનું રાખ્યું. મુંબઈની કૉંગ્રેસ વખતે જવાહરલાલજી જેલમાં હતા. તેમનાં પત્ની શ્રીમતી કમળાદેવીની માંદગીને લીધે તેમને સજા પૂરી થયા પહેલાં ’૩પના સપ્ટેમ્બરમાં છોડી દેવામાં આવ્યા હતા. કમળાદેવી યુરોપમાં હોવાથી, જવાહરલાલજી છૂટીને તરત જ યુરોપ ગયા. પણ ’૩૬ના ફેબ્રુઆરીમાં કમળાદેવીનું અવસાન થયું એટલે તેઓ માર્ચમાં ઈંગ્લેંડથી પાછા આવ્યા. જવાહરલાલજીના આ દુઃખમાં આખા દેશની સહાનુભૂતિ તેમના પ્રત્યે ઊભરાતી હતી. કમળાદેવીએ સ્વતંત્રતાની લડતમાં ભારે હિસ્સો લીધો હતો. એ બધાની કદર કરવા માટે લખનૌ કૉંગ્રેસના પ્રમુખ જવાહરલાલજીને નીમવામાં આવ્યા. જવાહરલાલજીનું વલણ પહેલેથી સમાજવાદ તરફ હતું એ જાણીતું હતું. પણ સમાજવાદી કાર્યક્રમને અમલમાં મૂકવા કરતાં બ્રિટશ શાહીવાદને નાશ કરી હિંદને પ્રથમ મુક્ત કરવું જોઈએ એ વસ્તુને તેઓ વધારે મહત્ત્વ આપતા હતા. જોકે સાથે સાથે એમ પણ માનતા કે આમજનતાની સામાજિક અને આર્થિક મુક્તિ ન થાય ત્યાં સુધી કેવળ રાજકીય મુક્તિથી દેશ સુખી ન થઈ શકે. તેઓ