પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૦
સરદાર વલ્લભભાઈ

તેઓને ભારે આશ્ચર્ય થયું. આ વસ્તુને દાબી દેવા માટે તા. ૧૬મી જૂને અલ્લાહાબાદથી છાપાંજોગું નિવેદન બહાર પાડીને તેમણે તારોનો ખુલાસો કર્યો. તેમણે જણાવ્યું કે,

“આ જાતની વાતો બીજા પ્રાંતના ધારાસભ્યોમાં પણ ચાલતી અમારા જાણવામાં આવેલી અને વર્કિંગ કમિટીમાં અમે નક્કી પણ કરેલું છે કૉંગ્રેસી ધારાસભ્યો હોદ્દા લેવા આતુર છે એ જાતની છાપ લોકોમાં અને સરકારમાં પડે એવી તમામ પ્રવૃત્તિને વખોડી કાઢવી. મેં એ વિશે તે વખતે છાપાંજોગુ નિવેદન પણ બહાર પાડેલું. સરદાર વલ્લભભાઈએ મહારાષ્ટ્રના નેતાઓને તાર કરીને બોલાવેલા તે અમારા આ જાતના નિર્ણયને પરિણામે જ હતું. જે દિવસે તેમણે તારો કરેલા તે જ દિવસે તેમણે મને કાગળ પણ લખેલો કે મહારાષ્ટ્રમાં આવી વાતો ચાલે છે અને તે રોકવા માટે મેં શ્રી ગંગાધરરાવ દેશપાંડે વગેરેને મુંબઈ બોલાવ્યા છે.”

તા. ૧૭મી જૂને શ્રી નરીમાનને તેમણે કાગળ લખ્યો તેમાં આ વસ્તુ સમજાવી. તા. ૧૨ મી મેના શ્રી નરીમાનના કાગળમાં ઉઠાવેલા બીજા મુદ્દાઓનો જવાબ આપતાં તેમણે જણાવ્યું કે,

“તમે છૂપી મીટિંગ અને છૂપા પ્રચારનું લખો છો. એમાં તો તમારી કલ્પનાને બેફામ દોડવા દીધા સિવાય બીજું કશું મને જણાતું નથી. તમે લખ્યું છે તેમાં વસ્તુસ્થિતિને તેના ખરા રૂપમાં જોવાની તમારી વૃત્તિનો અભાવ જણાય છે. તમે લખો છો કે પ્રાંતિક સમિતિના પ્રમુખો ધારાસભા પક્ષના નેતાની ચૂંટણીમાં શું કામ ભાગ લે ? આ વસ્તુ બિલકુલ બરાબર નથી. આખી કૉંગ્રેસ કારોબારીએ અને તેના સભ્યોએ વ્યક્તિગત રીતે આવી ચૂંટણીઓમાં રસ લેવો જ જોઈએ, કારણ આપણી ભવિષ્યની લડતમાં એ વસ્તુ મહત્ત્વનો ભાગ ભજવવાની છે. એક અંગત બાબતને તમે વધારે પડતી ખેંચી પકડો છો અને કશા સંગીન આધાર વગર જવાબદાર માણસ ઉપર ગંભીર આક્ષેપ મૂકો છો. તમારી ઈચ્છા હોય તો તમારો કાગળ હું કારોબારી સમિતિ આગળ રજૂ કરું. પણ તેમ કરવું તમને કોઈ પણ રીતે મદદરૂપ થાય એમ મને લાગતું નથી.”

ત્યાર પછી લગભગ એક મહિના સુધી શ્રી નરીમાને જવાહરલાલજી સાથે પત્રવ્યવહાર ચલાવીને તેમને બહુ લાંબા લાંબા કાગળ લખ્યા. તા. ૫મી તથા ૮મી જુલાઈના દિવસોમાં વર્ધામાં કારોબારી સમિતિની બેઠક થઈ. મુંબઈનાં છાપાંઓમાં ઝેરી અને ઝનૂની પ્રચાર ચાલુ જ હતો એટલે પંડિત જવાહરલાલે શ્રી નરીમાનની વાત સમજવા માટે તેમને રૂબરૂ બોલાવ્યા. તેમની ફરિયાદ વિષે પૂછતાં શ્રી નરીમાને જણાવ્યું કે દિલ્હીનો નિર્ણય ફરી વિચારાય એવું હું ઈચ્છતો નથી. ત્યારે પંડિત જવાહરલાલજીએ કહ્યું કે ચાર મહિનાથી વર્તમાનપત્રોમાં આ પ્રચાર ચાલી રહ્યો છે માટે તમારા જે કંઈ આક્ષેપો હોય તો મને ચોક્કસ રૂપમાં કહો. શ્રી નરીમાને જવાબ આપ્યો કે હું તુરતાતુરત કહી શકતો નથી, પણ મુંબઈ જઈને મને