પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૮
સરદાર વલ્લભભાઈ


ડૉ. દેશમુખ ગાંધીજીને આપેલા પોતાના નિવેદનમાં આ વિષે જણાવે છે કે,

“ઉમેદવારીપત્રો નોંધવાનો છેલ્લો દિવસે તા. ૧૧-૧૦-’૩૪ના રોજ શ્રી નરીમાન મારી પાસે આવીને કહેવા લાગ્યા કે મતદારોની યાદીમાં જે નામ છે તે તો મારા ભાઈનું છે. અને મારું નામ મતદારોની યાદીમાં નથી. તેઓ પોતાની સાથે ઉમેદવારીપત્ર પાછું ખેંચી લેવાની અરજી લઈને આવ્યા હતા. હું અને ડૉ. સાઠે શ્રી નરીમાનની સાથે કલેક્ટરની ઑફિસે ગયા. ત્યાં અમને શ્રી છોટાલાલ સૉલિસિટર મળ્યા.”

ત્યાર પછી તેમણે અને ડૉ. સાઠેએ શ્રી છોટાલાલ સૉલિસિટરના નિવેદન મુજબ હકીકત જણાવી.

પછી તરત કૉંગ્રેસ ભરાવાની હતી એટલે તે પૂરી થાય ત્યાં સુધી આગળ કાંઈ બન્યું નહીં. કૉંગ્રેસ પૂરી થયા પછી સરદાર ઉત્તર હિંદના પ્રવાસે ગયા હતા ત્યાંથી તા. ૧૦મી નવેમ્બરે પાછા આવ્યા, ત્યારે તેમણે જોયું કે શ્રી નરીમાન અથવા તો મુંબઈની પ્રાંતિક કૉંગ્રેસ કમિટી, ડૉ. દેશમુખ અને શ્રી મુનશીને ચૂંટણીમાં મદદ કરવા માટે કશું જ કરતી ન હતી. તા. ૧૧મી નવેમ્બરના ‘કૈસરે હિંદ’માં શ્રી નરીમાને લખેલા કાગળ ઉપરથી તેઓનું વલણ જણાઈ આવતું હતું :

“આજના ‘જામેજમશેદ’ના અગ્રલેખમાં મારી ઉપર હુમલો કરવામાં આવ્યો છે કે, હું પારસી ઉમેદવાર સર કાવસજીને હાર મળે એવા પ્રયત્ન કરી રહ્યો છું. મેં પારસી મતદારોને એવું કહ્યું જ નથી કે તેમણે સર કાવસજીને મત ન આપવા. મેં તો એમ કહ્યું છે કે તેમણે એકલા પારસી ઉમેદવારને જ બધા મત આપવાને બદલે થોડા મત બિનપારસી ઉમેદવારને પણ આપવા, જેથી લોકોમાં પારસીઓ કોમવાદી છે એવો અભિપ્રાય ન બંધાય. મારા આ કહેવાનો વિકૃત અર્થ કરીને એવું કહેવામાં આવે છે કે મેં પારસી મતદારોને એવી અપીલ કરી છે કે તેઓ સર કાવસજીને બિલકુલ મત ન આપે. આ વસ્તુ બરાબર નથી.”

મુંબઈ પ્રાંતિક સમિતિના પ્રમુખ તરીકે અને મુંબઈ પ્રાંતની પાર્લમેન્ટરી બૉર્ડના ચૅરમેન તરીકે શ્રી નરીમાનની તો ચોખ્ખી ફરજ હતી કે પારસી મતદારોને એવી અપીલ કરવી જોઈએ કે તેમણે કૉંગ્રેસી ઉમેદવારોને જ મત આપવા. આ જાતની અપીલ બહાર પાડવા માટે સરદારે શ્રી મથુરાદાસ ત્રિકમજી મારફત શ્રી નરીમાનને કહેવડાવ્યું પણ ખરું. પણ તેમણે એવી અપીલ બહાર પાડવાની ના પાડી.

તા. ૧૪મી નવેમ્બરે ચૂંટણીને દિવસે સરદાર આખો દિવસ ચૂંટણીનાં બધાં મથકો ઉપર ફરતા હતા. સાંજે ચાર વાગ્યે દાદર મથક ઉપર ગયા ત્યાં તેમને કહેવામાં આવ્યું કે બે વાગ્યે શ્રી નરીમાન અહીં આવીને બધા સ્વંયસેવકોને એવી સૂચના આપી ગયા છે કે બીજા લત્તાઓમાં શ્રી મુનશીને ખૂબ મતો મળ્યા છે માટે અહીં બધા મતદારોએ પોતાના બંને મત ડૉ. દેશમુખને જ