પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૯૬
સરદાર વલ્લભભાઈ


કમિટીના ત્રણે સભ્યો હાજર રહે એવું ઠરાવ્યું. જોકે રાજેન્દ્રબાબુ તબિયત ખરાબ હોવાને લીધે ત્યાં જઈ શકયા ન હતા. મધ્ય પ્રાંતના ત્રણ વિભાગની પ્રાંતિક સમિતિના પ્રમુખોને પણ એ સભામાં હાજર રાખ્યા. પેટ ભરીને વાતો અને ચર્ચાઓ થઈ. તેના પરિણામે બધા પ્રશ્નોના નિકાલ થયો. ત્રણ પ્રધાનોએ રાજીનામાં પાછાં ખેચી લીધાં. બધા પ્રધાનોએ લેખી ખાતરી આપી કે ભવિષ્યમાં અમે એકરાગે કામ કરીશું. સરદારે એ વિષે નીચે પ્રમાણે નિવેદન બહાર પાડયું :

"જ. શરીફના કેસને કૉંગ્રેસની કારોબારી સમિતિએ હમણાં જ નિકાલ આણ્યો છે. અમે બધા પ્રધાન સાથે એકઠી તથા છૂટી છૂટી વાતો કરી લીધી છે. બંધા પ્રશ્નોનું સમાધાન કરવામાં જોકે અમને મુશ્કેલી પડી છે, છતાં અમને જણાવતાં આનંદ થાય છે કે બધા મતભેદો સંધાઈ ગયા છે. પ્રધાનોએ અમને ખાતરી આપી છે કે અંદર અંદરના મતભેદો ભૂલી જઈને તેઓ સહકારથી કામ કરશે. વહીવટમાં સુધારો કરવા માટે અને વહીવટમાં કુશળતા આણવા માટે જે ફેરફાર કરવા જરૂરી છે, તે તેઓ પોતે જ કરી લેશે અને ફરિયાદનાં કારણે ફરી ઊભાં ન થાય તેની બરાબર તકેદારી રાખશે.

“ પ્રધાનો ઉપર વિશેષ ગંભીર આક્ષેપ હતા તેની પણ અમે તપાસ કરી છે. અમને જણાવતા આનંદ થાય છે કે વધારેમાં વધારે ગંભીર આક્ષેપો તો લાંચરુશવતને લગતા હતા તે સાબિત થયા નથી. કેટલાક આક્ષેપો તો વગર વિચાર્યે અને દ્વેષપૂર્વક કરવામાં આવ્યા હતા. એના સમર્થનમાં છાંટાભાર પુરાવો અમને મળેલ નથી.

"તેની સાથે અમારે કહેવું જોઈએ કે કેટલીક ફરિયાદો વિના કારણ ન હતી. ઘણીખરી ફરિયાદ તો વહીવટી અકુશળતાને લગતી હતી. અમને ખાતરી આપવામાં આવી છે કે એ સુધારી લેવામાં આવશે. દેવાની પતાવટનો કાચદો (ડેટ કન્સિલિચેશન ઍક્ટ ) જે ગરીબ ખેડૂતોના હિતને અર્થે કરવામાં આવ્યો છે તેમાં દેવાની મર્યાદા પચાસ હજાર ઉ૫રથી વધારીને એક લાખની કરવામાં આવી છે, તે બાબતમાં અમારી આગળ કબૂલ કરવામાં આવ્યું છે કે એ ફેરફારને બચાવ થઈ શકે એમ નથી. પ્રધાનોએ અમને વચન આપ્યું છે કે દેવાની મર્યાદા ઘટાડીને અસલ પ્રમાણે રાખવામાં આવશે.

“ બીજો આક્ષેપ એ હતો કે પ્રધાનોએ પૂરી લાચકાત વિનાના માણસોને યુનિવર્સિટીમાં પ્રોફેસરની તથા ઇસ્પિતાલમાં ડૉક્ટરની જગ્યા અપાવી છે. તે આક્ષેપ પુરવાર થયા છે. એ દરેક બાબતમાં અન્યાચ દુર કરવામાં આવશે એવું અમને વચન આપવામાં આવ્યું છે. *[૧] બીજા કેટલાક નાના આક્ષેપોની તપાસ કરીને તેનો નિકાલ કરવાનું શેઠ જમનાલાલ બજાજને સોંપવામાં આવ્યું છે. અમને જણાવતા આનંદ થાય છે કે પ્રધાનોએ જે જે ભૂલો કરી તે તેમણે તરત


  1. *પ્રધાન પંડિત રવિશંકર શુકલના દીકરાને લૉ લેકચરરની જગ્યા આપવામાં આવી હતી, વડા પ્રધાન ડૉ. ખરેના દીકરાને મેયો હોસ્પિટલમાં ઑનરરી સજનની જગ્યા આપવામાં આવી હતી અને તેમના ભાઇને ઑડિટર નીમવામાં આવ્યા હતા.