પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૯૮
સરદાર વલ્લભભાઈ


શ્રી દેશમુખે પણ રાજીનામાં આપ્યાં. ગવર્નરે પાર્લમેન્ટરી રૂઢિને અનુસરીને પેલા ત્રણ પ્રધાનો પાસેથી પણ રાજીનામાં માગ્યાં. શ્રી રવિશંકર શુક્લે, સરદાર સાથે ટેલિફોન ઉપર વાત કરવાનો પ્રયત્ન કર્યો, પણ તેઓ અમદાવાદ ગયેલા હોઈ તેમની સાથે વાત થઈ શકી નહીં. બીજા બે પ્રધાનો મહાકોશલ પ્રાંતિક સમિતિના પ્રમુખ ઠાકુર ચેદીલાલની સાથે, તે વખતે બાબુ રાજેન્દ્રપ્રસાદ વર્ધા હોવાથી તેમને મળવા વર્ધા ગયા. તેઓએ બધી પરિસ્થિતિ બાબુ રાજેન્દ્રપ્રસાદને સમજાવી. તેમણે સલાહ આપી કે પાર્લમેન્ટરી કમિટી તથા કારોબારીની શિસ્તમાં રહેવાને તમે બંધાયેલા છો, એ વસ્તુ તમારે ગવર્નરને સમજાવવી, અને તા. ૨૩મી જુલાઈએ કારોબારી સમિતિ મળવાની છે ત્યાં સુધી રાહ જોવાની તેને વિનંતી કરવી. બાબુ રાજેન્દ્રપ્રસાદે આ જ પ્રમાણે ડૉ. ખરે ઉપર કાગળ લખીને ઠાકુર ચેદીલાલને આપ્યો. તેમાં જણાવ્યું કે રરમી જુલાઈ એ પાર્લમેન્ટરી કમિટી મળવાની છે તે પહેલાં આવું ઉતાવળું પગલું તમારે ભરવું જોઈએ નહીં. તમારું રાજીનામું તમે પાછું ખેંચી લો અને તેમ ન કરવું હોય તો ગવર્નરને વિનંતી કરો કે એ રાજીનામા ઉપર વિચાર કરવાનું તા. ૨૩મી સુધી મુલતવી રાખે. આવા જ કાગળો તેમણે શ્રી ગોળે તથા શ્રી દેશમુખને લખ્યા. આ બધા કાગળો લખતાં કરતાં રાતના દશ વાગ્યા, ઠાકુર ચેદીલાલે વર્ધાથી ડૉ. ખરેને નાગપુર ટેલિફોન કર્યો કે હું બાબુ રાજેન્દ્રપ્રસાદનો અગત્યનો કાગળ લઈ ને નાગપુર આવું છું. ડૉ. ખરેએ ફોન લીધો તે વખતે શ્રી ગોળે તથા શ્રી દેશમુખ પણ ત્યાં હાજર હતા. ઠાકુર ચેદીલાલ મધરાત થઈ ગયા પછી નાગપુર પહોંચ્યા અને ડૉ. ખરેને ઘેર ગયા. ત્યાં શ્રી દેશમુખ તથા શ્રી ગોળે હતા. તેમને તેમના કાગળ આપી દીધા. પણ ડૉ. ખરે ઘેર નહોતા એટલે તેમનો કાગળ તેમને આપી શકાયો નહીં.

શ્રી શુક્લ, શ્રી મિશ્ર તથા શ્રી મહેતાને ગવરે મધરાતે બે વાગ્યે વખત આપ્યો હતો. એ પ્રમાણે તેઓ એમને મળવા ગયા અને રાજીનામું નહીં આપવાનાં કારણ સમજાવ્યાં. છતાં તા. ર૧મીએ પરોઢિયે પાંચ વાગ્યે પ્રધાનના હોદ્દા ઉપરથી તેમને મુક્ત કર્યાના ખબર આપવામાં આવ્યા. ત્યાર પછી ડૉ. ખરેએ નવું પ્રધાનમંડળ રચ્યું અને તા. ૨૧મીએ સવારમાં જ જે પ્રધાનો ત્યાં હાજર હતા તેમણે અને ડૉ. ખરેએ પ્રધાન તરીકેના સગંદ પણ લીધા.

તા. ૨૨મીએ પાર્લમેન્ટરી કમિટી મળી. તેમને આ વાતની ખબર પડી એટલે તેમણે ડૉ. ખરેને તથા નવા સાથીઓને તેમ જ બરતરફ થયેલા પ્રધાનોને તાર કરીને વર્ધા બોલાવ્યા. દરમ્યાન કૉંગ્રેસના પ્રમુખ બાબુ સુભાષચંદ્ર બોઝ પણ ત્યાં આવી ગયા હતા. સાંજ સુધીમાં ડૉ. ખરે તથા