પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૦૯
પાર્લમેન્ટરી કમિટીના ચૅરમૅન


છુપાવી કે જેથી કૉંગ્રેસની કારોબારી સમિતિએ અને ખાસ કરીને તો સરદારે અને ગાંધીજીએ તેમને જાણે ભારે અન્યાય કર્યો હોય એવો વાચકને ભાસ થાય. એમાં પ્રચારની દષ્ટિએ એમણે કેટલુંક લખ્યું હતું તે તો "ખૂબ જ વાંધાભરેલું અને ગંદુ હતું.” કોઈ પણ હિંદીના દિલમાં એ વાંચતાં જુગુપ્સાનો ભાવ પેદા થાય એવું હતું. કૉંગ્રેસના પ્રમુખ સુભાષબાબુએ બહુ જ લાંબું સ્ટેટમેન્ટ બહાર પાડીને ડો. ખરેની એકેએક વાતના ચોટડૂક રદિયા આપ્યા. તેમણે સાબિત કરી આપ્યું કે,

“ ડૉ. ખરેએ ગભીર શિસ્તભંગ કર્યો હતો, તેમની સામે જે પગલાં લેવામાં આવ્યાં હતાં તે પ્રમાણમાં ઘણાં નરમ હતાં, અને એ પગલાં લેવામાં કૉંગ્રેસ પૂરેપૂરી બંધારણીય રીતે અને લોકતંત્રના સિદ્ધાંત પ્રમાણે વર્તી હતી. ડૉ. ખરેએ પાર્લમેન્ટરી અને લોકશાસનની પરંપરાની વાત કરી છે. પણ કૉંગ્રેસ અને તેની કારોબારી સમિતિ પ્રત્યે જે વફાદારી રાખવાને તેઓ બંધાયેલા હતા તે વફાદારી તેમણે રાખી નથી. કૉંગ્રેસના ધારાસભ્ય, પ્રધાનો અથવા તો વડા પ્રધાનો થાય ત્યારે તો કૉંગ્રેસી તરીકે તેમની જવાબદારી ઊલટી વધે છે. તેઓ પેતાની વર્તણૂક અને પોતાનાં કામો માટે કૉંગ્રેસ પ્રત્યેની અને તેની કારોબારી સમિતિ પ્રત્યેની જવાબદારીમાંથી છટકી શકતા નથી. આપણી તમામ પાર્લમેન્ટરી પ્રવૃત્તિની પાછળ નિયામક તત્ત્વ એ રહેલું છે કે ધારાસભામાંના પ્રત્યેક કૉંગ્રેસ પ્રતિનિધિએ પ્રતિજ્ઞા લીધી છે કે, કૉંગ્રેસની કારોબારી સમિતિ તથા તેના સત્તાવાર એજંટ તરીકે પાર્લમેન્ટરી કમિટી વખતોવખત જે સૂચનાઓ આપે તેનું પોતે પાલન કરશે. કૉંગ્રેસની આ મુખ્ય નીતિને આધીન રહીને ધારાસભા પક્ષનો નેતા વર્તે અને પક્ષનો જ્યાં સુધી તેને પૂરો ટેકા હોય ત્યાં સુધી તેના રોજબરોજના કામમાં કૉંગ્રેસની કારોબારી સમિતિ અથવા તો પાલમેન્ટરી કમિટી કશી દખલ કરે નહીં. પણ પ્રધાનમંડળનું અથવા તો ધારાસભ્યનું કોઈ પણ કૃત્ય કૉંગ્રેસની નીતિ સાથે સુસંગત છે કે નહીં, અને કૉંગ્રેસની નીતિ પ્રમાણે કરવા જેવું છે કે નહીં, તેનો નિર્ણય કરવાનો અધિકાર તો કૉંગ્રેસની કારોબારી સમિતિને જ છે. વ્યવહારમાં કૉંગ્રેસની કારોબારી સમિતિ પ્રાંતિક ધારાસભાપક્ષને અમુક પ્રકારની મર્યાદિત સ્વતંત્રતા આપે એ જુદી વાત છે. તેથી જ કૉંગ્રેસની કારોબારી સમિતિએ ડૉ. ખરેના વર્તન વિષે પોતાનો અભિપ્રાય માત્ર દર્શાવ્યો અને મધ્ય પ્રાંતનાં ધારાસભા પક્ષને પોતાનો નેતા ચૂંટવાની સ્વતંત્રતા આપી. ડૉ. ખરેને ફરી નેતા ચૂંટવાની દરખાસ્ત ધારાસભા પક્ષની મીટિંગમાં આવી ત્યારે કૉંગ્રેસના પ્રમુખે તેને નિયમ બહાર ઠરાવી ઉડાવી દીધી નહીં.”

ડૉ. ખરેને કારોબારી સમિતિએ પહેલી વાર મળવા બોલાવ્યા અને પછીથી તેઓ ગાંધીજીની સલાહ લેવા સેવાગ્રામ ગયા ત્યારે તેમણે બહાર પાડવાના નિવેદનના મુસદ્દાની અને તેમાં ગાંધીજીએ કરેલા સુધારાવધારાની વાતનો ઉલેખ પહેલાં આવી ગયો છે. એ સંબંધમાં ડૉ. ખરેએ પહેલાં પણ કહેલું અને આ ચેાપાનિયામાં પણ જણાવ્યું કે એ નિવેદનનો મુસદ્દો