પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૩૨
સરદાર વલ્લભભાઈ


ઢેબરભાઈ વગેરે આગેવાનોને જેલમાંથી છોડી મૂક્યા. તેઓ સીધા મેળામાં પહોંચ્યા. જુગારના પાટલાવાળા અગાઉથી રફુચક થઈ ગયા હતા. આમ પ્રજાનો વિજય થયો.

સરદારને ઢેબરભાઈના છૂટવાના સમાચાર મળતાં જ તા. ૨૨-૮-૩૮'ના રોજ કરાંચી જતાં ગાડીમાંથી તેમણે નીચે પ્રમાણે સંદેશો તેમને મોકલ્યો :

:તમે છૂટ્યા બાબત તમને મુબારકબાદી આપું છું. રાજકોટ રાજ્યને કોઈ સારા સલાહકાર મળ્યા એથી રાજ્યની કબર ખોદાતી અટકી પડી છે. હાલતુરત તો રાજકોટ ઉપર ઘેરાયેલું વાદળ વીખરાઈ ગયું છે. તમારા બધાના છૂટવાથી તમારી જવાબદારી ઓછી નથી થતી. ખરી જવાબદારી તો હવે જ શરૂ થાય છે. રાજ્ચમાં ચાલતી અંધાધૂધીથી અકળાયેલી પ્રજાએ તમારા પ્રત્યે જે પ્રેમ બતાવ્યો એ તો એણે તમારા ઉપર બાંધેલી આશાઓનો પડેલો પડઘો છે. એની વાજબી આશાઓ પૂરી કરવા મરી મીટવાનો નિશ્ચય કરી ભવિષ્યના કાર્ય ની રૂપરેખા દોરવી એ આપણો ધર્મ છે.

"શ્રી લાખાજીરાજના સ્વર્ગવાસ પછી રાજકોટમાં રાજા પ્રજાનો સંબંધ બદલાઈ ગયો છે. રાજ્ય પ્રજાને ખાતર નભવાને બદલે પ્રજા રાજ્યને ખાતર જેમ તેમ જીવે છે. રાજ્ય પ્રજાની છાતી ઉપર ચડી બેઠું છે. ગરીબ પ્રજાને રોજબરોજની સામાન્ય જરૂરિયાતની વસ્તુના ઇજરા આપી, પ્રજાને ભૂખે મારી ભોગવિલાસને પોષવાને ખાતર પ્રજાને લુંટવાના નવા નવા પ્રકારના માર્ગ ખોલ્યા છે. જુગાર અટકાવવા જેવી નિર્દોષ પ્રવૃત્તિને પણ રાજ્ય બરદાસ્ત કરી શકતું નથી. આખરે જાહેર પ્રજાના સર્વસામાન્ય હક્કો પર હુમલો કરી જાહેર સભા ઉપર વગર ચેતવણીએ લાઠીમાર ચલાવી, તમને અને તમારા સાથીઓને જેલમાં પૂરવાની ધૃષ્ટતા કરી. તમને અને રાજકોટની પ્રજાને આકરી કસોટીએ ચડાવવાનો પ્રયોગ કર્યો. કૂવાના દેડકાની માફક રાજકેટના ખૂણામાં ભરાઈ રહેલા સત્તાધીશ જગતમાં શું ચાલી રહ્યું છે અને આજનું ભારતવર્ષ કયે માર્ગે અને કઈ ગતિએ આગળ વધી રહ્યું છે તે તથા આજની દુનિયામાં એમનું સ્થાન ક્યાં છે એ જોઈ શકતા નથી.

“ આ સંજોગોમાં રાજ્યને પોતાનું સાચું સ્થાન બતાવવું અને પ્રજાના પ્રાથમિક હક્કો પર ફરીથી કોઈ કાળે હુમલો ન થાય અને પ્રજાને ખાતર જ રાજ્ય ચાલે એવી યોજના તૈયાર કરી પ્રજાની સંમતિ મેળવી તેની પાછળ રાજકોટના પ્રજાબળને એકત્રિત કરવા તાત્કાલિક પગલાં ભરવાં જોઈએ. તે માટે પહેલી તકે એકાદ અઠવાડિયામાં રાજકોટ રાજ્યની સમગ્ર પ્રજાની એક સભા ભરવી અને એ સભા પાસે ચોક્કસ યોજના રજૂ કરી, જે યોજના મંજૂર થાય તેનો અમલ કરવાનો કાર્યક્રમ વિચારી લેવા તજવીજ કરવી.

“ હું કરાંચી જાઉં છું, ત્યાંથી પાછા ફરતાં લોકસભા ભરાશે તો તેમાં હાજર રહેવાની ઉમેદ રાખું છું.”

ઉપરનો સંદેશ મળ્યા પછી તા. ૫મી સપ્ટેમ્બરે રાજકોટ રાજ્યની પ્રજાપરિષદ ભરવાનું નકકી કરવામાં આવ્યું. ગામડે ગામડે પરિષદના ખબર