પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૫૦
સરદાર વલ્લભભાઈ

"ઠાકોરસાહેબ દસ ટકાનો જમીનદાર બની જાય છે એમ મેં કહ્યાનું સર પેટ્રિક કૅંડલ જણાવે છે તેમાં તો ઠાકોરસાહેબ અને મારી વચ્ચે વૈમનસ્ય ઊભું કરવાના અણછાજતા પ્રચત્ન સિવાય બીજું કશું નથી. ઠાકોરસાહેબના રાજા તરીકેના વિશેષ અધિકાર જાળવવાની જવાબદારી મેં લીધી હતી, તે તેમણે યાદ રાખવું જોઈએ. પરંતુ વચનભંગના મુદ્દાની ચર્ચામાં ઠાકોરસાહેબ વિષે હું શું બોલ્યો કે ન બોલ્યો એ મહત્ત્વનું નથી. સર પેટ્રિકના જવાબમાં બીજી જે ત્રુટીઓ છે તેની ચર્ચામાં હું નહીં ઊતરું, કારણ વચનભંગનો મુદ્દો જે એમના પોતાની જવાબમાંથી જ પૂરતો સાબિત થાય છે તેના ઉપરથી પ્રજાનું ધ્યાન હું બીજી વાત ઉપર ખસેડી નાખવા માગતો નથી.”

જે વખતે સરદારની દીવાન સર પેટ્રિક સાથે આ ચર્ચા ચાલી રહી હતી ત્યારે દરબાર વીરાવાળા બગસરામાં રહ્યા રહ્યા દીવાન કૅંડલને બાજુએ મૂકી સરદાર સાથે ઝઘડાનું સમાધાન કરવાની પેરવી કરી રહ્યા હતા. ધ્રાંગધ્રાના રાજસાહેબ વચ્ચે પડે એવી તેમની તજવીજ હતી. ધ્રાંગધ્રા રાજ્યના એક શ્રી દુર્ગાપ્રસાદ ઉપર સરદાર વિષે તા. ૬-૧ર-'૩૮ના રોજ તેમણે લખ્યું છે કે, He is the only reasonable fellow to come to proper terms and end this impasse. (એજ્ એક સમજદાર આદમી છે જેની સાથે યોગ્ય સમજૂતી થઈ શકે અને જે આ ઝઘડાનો અંત આણી શકે.) આ દર્ગાપ્રસાદ રાજકોટ ઠાકોર સાહેબનો કાગળ લઈ મુંબઈમાં સરદારને મળેલા. ત્યાર પછી સરદારે તા. ૧૮-૧૨-'૩૮ના રાજ રાજકોટના કાકાસાહેબને મુંબઈથી નીચે પ્રમાણે કાગળ લખ્યો :

શ્રી રાજકોટ ઠાકોરસાહેબ,

“ આપનો શ્રી દુર્ગાપ્રસાદભાઈ ઉપરનો કાગળ તેમણે મને બતાવ્યો તે જોયો. તેમની સાથે બધી વાત થયા પછી આ કાગળ લખું છું. થોડા દિવસ ઉપર શ્રી અનંતરાયભાઈ આપનો કાગળ લઈ મહાત્માજી પાસે વર્ધા ગયા હતા, અને ત્યાંથી એમના પોતાના હાથનો કાગળ લઈ મારી પાસે અમદાવાદ આગ્યા હતા. કૅડલે એ કાગળની નકલ વાંચી અને એમાં જણાવેલી સમાધાનીની શરતો વિષે વિગતથી ચર્ચા કરી. પછી બેઉ જણ આપને મળ્યા અને એ શરતો આપને વાંચી બતાવી. કૅંડલે એમાં કેટલાક નજીવો ફેરફાર કરવા સૂચવ્યું અને પોતાને હાથે એ સૂચનાઓ કાગળ ઉપર લખી અનંતરાયભાઈને આપી. આ પછી મને ટેલિફોનથી ખબર આપી કે, ઠાકોરસાહેબ અને કૅંડલ એ શરતો કબૂલ રાખે છે. એ ઉપરથી કૅંડલની સૂચનાથી મુંબઈમાં મને મળવાની ગોઠવણ થઈ. ત્યાર પછી કૅંડલ સાહેબ મને મળ્યા. એ વખતે અનંતરાયભાઈ હાજર હતા. આ વખતે કૅંડલસાહેબ ફરી બેઠા અને ઠાકોરસાહેબે પણ એ શરતો કબૂલ નથી રાખી એમ કહ્યું, એટલે સમાધાન તૂટી પડયું. આ શરતો મહાત્માજીએ પોતે પોતાને હાથે લખેલી હોવાથી એમાં કોઇ ફેરફાર થઈ શકશે નહીં, એ જાણવા છતાં, અને