પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૫૨
સરદાર વલ્લભભાઈ

“તે વખતે આપણે હાલના પ્રશ્નની મારી કાઉન્સિલના સભ્યોની રૂબરૂમાં ચર્ચા કરીશું.

તમારો
ધર્મેન્દ્રસિંહ”
 


ઉપરની ચિઠ્ઠી મળતાં સરદાર ઠાકોરસાહેબને મળવા ગયા. દીવાન સર પેટ્રિક કૅંડલ તથા કાઉન્સિલના બીજા સભ્યો રા. સા. માણેકલાલ પટેલ તથા શ્રી જોબનપુત્રા પણ આવી પહોંચ્યા. આઠ કલાક સુધી વાતો ચાલી, એને પરિણામે સમાધાન થયું. એના ઉપર રાતના પોણા બે વાગ્યે ઠાકોર સાહેબે સહી કરી. એ સમાધાનનો મજકુર નીચે મુજબ છે :

૧. છેલ્લા થોડા માસ દરમ્યાન અમારી પ્રજામાં જે લોકલાગણી જાગ્રત થઈ છે અને પોતે માનેલાં દુ:ખના ઇલાજ માટે લોકોએ જે ખેદજનક કષ્ટો સહન કર્યા છે તે જોયા પછી, અને કાઉન્સિલ તેમ જ શ્રી વલ્લભભાઈ પટેલ સાથે સમગ્ર પરિસ્થિતિની ચર્ચા કર્યા પછી, અમારી ખાતરી થઈ છે કે હાલની લડતનો અને લોકોનાં દુ:ખોનો તત્કાળ અંત લાવવા જોઈએ.
૨. અમે દસ ગૃહસ્થની એક સમિતિ નીમવાનો નિર્ણચ કર્યો છે. આ ગૃહસ્થ અમારા રાજ્યના પ્રજાજનો હરો. તેમાંના ત્રણ જણ રાજ્યના અમલદાર હશે. અને બીજા સાત પ્રજાજનોનાં નામ હવે પછીથી જાહેર કરવામાં આવશે.
૩. આ સમિતિ ૧૯૩૯ના જૂન્યુઆરીના અંત સુધીમાં, યોગ્ય તપાસ પછી અમારી સમક્ષ હેવાલ ૨જૂ કરીને, શહેનશાહ પ્રત્યેની અમારી ફરજો અને રાજા તરીકેના અમારા વિશેષ અધિકારોને બાધ ન આવે એવી રીતે, અમારી પ્રજાને વધારેમાં વધારે સત્તા આપી શકાય એવી સુધારાની યોજના રજૂ કરશે.
૪. અમારો અંગત ખર્ચ નરેન્દ્ર મંડળની કાઉન્સિલે કરેલી ભલામણ અનુસાર રહેશે.
પ. અમે વધુમાં અમારી પ્રજાને ખાતરી આપવા માગીએ છીએ કે ઉપર જણાવેલી સમિતિ તરફથી જે યોજનાની ભલામણ કરવામાં આવશે તે ધ્યાનમાં લઈ તેનો પૂરેપૂરો અમલ કરવાનો અમારો ઇરાદો છે.
૬. શાંતિ અને શુભનિષ્ઠાની ફરી સ્થાપના કરવાની જરૂરી પૂર્વભૂમિકા રૂપે સવિનય કાનૂન ભંગને અંગે સજા પામેલા સર્વ કેદીઓને તત્કાળ છોડી મૂકવાનું, બધા દંડ પાછા આપવાનું અને દમનનાં સર્વે પગલાં પાછાં ખેંચી લેવાનું અને જાહેર કરીએ છીએ.

તા. ૨૬-૧૨-'૩૮
ધર્મેન્દ્રસિંહ
 


નોંધ : પૅરેગ્રાફ બીજામાં લખેલ ‘પ્રજજન'ની વ્યાખ્યા બ્રિટિશ હિંદમાં બ્રિટિશ હિંદી પ્રજાજનની વ્યાખ્યા જેવી જ રહેશે.

ઉપરના સમાધાનની જાહેરાત તે જ દિવસે દરબારી ગેઝેટ કાઢીને કરવામાં આવી. તે ઉપરાંત ઠાકરસાહેબે એક જુદા કાગળમાં સરદાર વલ્લભભાઈ ને લખી આપ્યું કે,