પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૦૪
સરદાર વલ્લભભાઈ



કર્યા. આવાં આવાં કામોથી રાજ્યે દેશભરમાં આબરૂ મેળવી. પણ તે વખતનું વડોદરા રાજ્ય એ જુદુ હતું અને આજનું જુદું છે. આજે સુધારાના કાયદાઓ સાપ ગયા પછીના લિસોટા જેવા રહ્યા છે. પ્રગતિનો માર્ગ છોડી રાજ્ય પીછેહઠને પંથે વળેલું છે. પહેલાં મહારાજા સાહેબ રાજ્યમાંથી બાહોશ નવજવાનોને પસંદ કરી તેમને શિગ્યવૃનિ આપી ઊંચી કેળવણી પ્રાપ્ત કરવા પરદેશ મોકલતા અને પાCહા આવે ત્યારે તેમને રાજ્યના મોટા મોટા હોદ્દાઓ ઉપર મૂકતા. આજે શિષ્યવૃત્તિઓ તો ઘેર ગઈ પણ પોતાને ખર્ચે શિક્ષણ મેળવી તૈચાર થયેલા રાજ્યના વતનીઓને પણ રાજચમાં સ્થાન મળતું નથી. મોટા મોટા હોદ્દા ઉપર રાજ્યની બહારના માણસોને લાવીને ગોઠવવાની અને રાજ્યના માણસને જવાબદાર જગ્યાઓમાંથી બાતલ રાખવાની અવળી નીતિ રાજ્યે કેટલાય વખતથી ચલાવવા માંડી છે. આ નીતિ રાજ્યને જોખમરૂપ છે. તેથી પ્રજામાં ભારે અસંતોષ ફેલાયો છે. આપણા કમનસીબે શ્રીમંત મહારાજા સાહેબ ઘણાં વરસોથી આ દેશમાં રહી શકતા નથી. એટલે રાજ્યની આ દશા થઈ છે. આ દેશની હવા તેમની પ્રકૃતિને અનુકુળ આવતી નથી. વર્ષ માં બેચાર અઠવાડિયાં પરાણે આ દેશમાં તેઓ કાઢી શકે છે. આ વૃદ્ધ ઉંમરે એમના દિલને દુ:ખ થાય એવો એક શબ્દ પણ ઉચ્ચારવા કોઈ ઈચ્છતું નથી. છતાં સોના દિલમાં એક વાત ઠસી ગયેલી છે કે મહારાજાની લાંબા કાળની ગેરહાજરીને લીધે, ઉપરથી રૂડુંરૂપાળુ દેખાવા છતાં રાજ્ય અંદરથી છેક સડી ગયું છે. દુનિયાના કોઈ પણ ભાગમાં જેવી હવા મળી શકે તેવી આપણા દેશના કોઈ ને કોઈ ભાગ ઉપર મળી શકે એમ છે. છતાં મહારાજાને પરદેરા શું કામ જવું પડે ? ”

પરિષદને અંતે ઉપસંહારનું ભાષણ કર્યું તેમાં જણાવ્યું કે,

"મોટાં મોટાં રાજ્યો આજે મધ્ય સરકારમાં ભાગીદાર બનવા દોડી રહ્યાં છે. પણ જો તેઓ પોતાના રાજ્યમાં પ્રજાને જવાબદાર રાજ્યતંત્ર આપવા તૈયાર ન હોય તો તેમને બ્રિટિશ હિંદમાં સ્વતંત્રતા મેળવ્યા પછી મધ્ય સરકારમાં ભાગીદાર બનવાનો હક નથી. કૉંગ્રેસે દેશી રાજા અને અંગ્રેજ સરકારને એવી નોટિસ આપી દીધી છે. . . . અત્યાર સુધી ઘણા રાજાઓ કહેતા હતા કે અમે જવાબદારી આપવા તૈયાર છીએ પણ અમારે માથે જબરી સલ્તનત બેઠી છે તે વચ્ચે આવે છે. ત્રાવણકોરના દીવાને તો હમણાં સ્પષ્ટ રીતે સંભળાવ્યું પણ ખરું કે ચક્રવર્તીય સત્તા જવાબદાર તંત્ર આપવાની વિરુદ્ધમાં છે. આ ઉપરથી પાર્લમેન્ટમાં પ્રશ્ન પુછાયો, ત્યારે જવાબ આપવામાં આવ્યો કે, 'ચક્રવર્તીય સત્તાને કશો વાંધો નથી. કોઈ પણ રાજા પોતાની પ્રજાને જવાબદાર રાજ્યતંત્ર આપવા ઇચ્છતા હોય તો ખુશીથી આપી શકે છે.'”

છેવટમાં પોતે આ પ્રમુખપદ કેલી દષ્ટિએ સ્વીકાર્યું છે તે સમજાવ્યું :

“ આજે હું તમારા સેવક તરીકે આવ્યો છું. મારી બધી શક્તિથી રાજ્ય પાસે તમારો કેસ રજૂ કરવાનો છું. પણ મારી શક્તિનો આધાર તમારી શક્તિ ઉપર છે. તમારે એ ચાદ રાખવું જોઈએ કે હું કોઈ લૂલો કેસ હાથમાં લેતો નથી. હું માનું છું કે પ્રજા થપ્પડ ખાઈને બેસી રહે તો દેશને બ્પ્જારૂપ છે. . . . રાજ્ત સાથે લડવું પડે તો તમારામાં એ માટેની દૃઢતા હોવી જોઈએ. તમારામાં