પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૧૬
સરદાર વલ્લભભાઈ

"દરબાર ગોપાળદાસના ઉતારાને આ લાલ-લીટી પટ્ટીવાળા અને લાઠીધારી લગભગ બસો માણસોએ ઘેરો ઘાલ્યો હતો. સવારથી તેઓ કેદીની દશામાં હતા. છતાં ત્યાં પોલીસ ફરકી નહોતી. એક બેજવાબદાર ટોળું માણસને કેદ કરી રાખે અને સત્તાવાળાઓ કશું પગલું ન લે એની અમને નવાઈ લાગી.

“ અમે ઇસ્પિતાલ ભણી જતા હતાં ત્યારે લાલ-લીલી પટ્ટીવાળા લગભગ બસેા માણસોને દરબારી ઉતારે બેઠેલા જોયા. તેઓને તોફાન કરવા માટે ખાસ બાલાવેલા હતા એમ અમને કહેવામાં આવ્યું. તેઓ દરબારી મહેમાનગીરીની મોજ ઉડાવી રહ્યા હતા.

“ અમે ઇસ્પિતાલમાં હતાં ત્યારે લાલ અને લીલી પટ્ટીઓવાળા પચીસથી ત્રીસ માણસો ત્યાં આવ્યા. લીલા સાફાવાળો એક માણસ તેમનો આગેવાન હતા. તેમણે એક પછી એક નામો વાંચવા માંડ્યાં. હૉસ્પિટલના કારકુને એ મુખીના કહેવા પ્રમાણે ફોર્મ ભર્ચાં. આમાંના કોઈ માણસને ઈજા થયેલી અમે તે જોઈ નહીં. શ્રીમતી મુનશીએ તો પૃછ્યું પણ ખરું કે, 'આમને શી ઈજા થઈ છે ?' ત્યારે એમને તોછડાઈથી જવાબ આપવામાં આવ્યો કે, એ જોવાનું કામ ડૉકટરનું છે.”

આવી સ્થિતિમાં શહેરમાં ભય અને ત્રાસનું વાતાવરણ ફેલાઈ જાય એમાં નવાઈ નથી. લોકોએ બે દિવસ સુધી સંપૂર્ણ હડતાલ પાડી. પણ રાજય તરફથી પ્રજામંડળના કોઈ કાર્યકર્તાને કે શહેરના કોઈ આગેવાનને કોઈએ કશું પૂછ્યું સરખું નહીં. તોફાન કરનારા ગુંડાઓ પોતાનું કામ કરીને સાંજે ચાલ્યા ગયા. તેમાંના કોઈની પણ ધરપકડ કરવામાં આવી નહીંં. શહેરમાં ભયજનક ગપાટા ચાલવા માંડ્યા, અને ખુલ્લેખુલ્લું બોલાવા માંડ્યું કે પ્રજામંડળના કોઈ કાર્યકર્તા કે આગેવાનના જાનમાલની સલામતી નથી. ગુંડાઓ તો ખુલ્લેખુલ્લા પોકાર કરતા હતા કે અમે નગરશેઠનું અને રસિકલાલ પરીખનું ખૂન કરવાના છીએ.

આવા અંધેર રાજ્યમાં ન્યાય મળવાની કશી આશા રાખવી ફોગટ છે એમ ચોખ્ખું દેખાઈ આવતાં, લોકોએ તા. ૨૧ મી ફેબ્રુઆરીથી હિજરત શરૂ કરી. લીમડી શહેરની કુલ તેર હજારની વસ્તીમાંથી પુરુષો, સ્ત્રીઓ અને બાળકો થઈને પાંચ હજાર માણસ પહેર્યો કપડે શહેર છોડી ગયાં. ગામડાંમાંથી સાઠ ખેડૂત કુટુંબોએ હિજરત કરી. આ હિજરતીઓમાં બધા વર્ગના લોકો હતા. નોંધવા જેવી બીના એ છે કે આ હિજરતના આગેવાનોને હિજરતથી કશો જ લાભ નહોતો, ભારે માલમિલકત ગુમાવવોની હતી. વેપારી વર્ગને તો રાજકુટુંબ સાથે વરસોથી સારો સંબંધ હતો. રાજ્યમાં તેમનો માનમોભો પણ સારો હતો. યુવરાજ અને દીવાન પોતાના અપખુદ અને જોહુકમી વર્તનમાં આટલે સુધી જશે તેવું તેમણે જરા પણ કલ્પેલું નહીં. તેમની એ ભ્રમણા ભાંગીને ભૂકો થઈ ગઈ. ગાંધીજીએ અને સરદાર વલ્લભભાઈએ તેમને