પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૩૫
ત્રિપુરી કૉંગ્રેસ

ગયા અને મૂઠ્ઠીભર દેખાવા લાગ્યા. મંચ પાસે પહોંચીને તેઓએ થોડી વાર લગી તો બૂમોમે પાડી. પણ જવાહરલાલજી દૂઢ રહ્યા એટલે પેલા લોકો થાક્યા. ત્યાર બાદ સભાનું કામકાજ રીતસર ચાલ્યું. અને ઠરાવ રજૂ થયા. એના ઉપર ચર્ચા કરવાનું તથા મત લેવાનું બીજા દિવસ ઉપર રાખ્યું.

બીજે દિવસે ખુલ્લા મંડપમાં અધિવેશન ન ભરતાં વિષયવિચારિણી સમિતિના તંબુમાં અધિવેશન ભરવામાં આવ્યું અને તેમાં પ્રતિનિધિઓ સિવાય બીજા કોઈને દાખલ ન કરવામાં આવ્યા. મત લેવાતાં પ્રમુખને અણગમતો ઠરાવ જે નીચે પ્રમાણે હતો તે પસાર કરવામાં આવ્યો અને પ્રમુખનો ઠરાવ નામંજૂર થયો. પસાર થયેલો ઠરાવ નીચે પ્રમાણે છે :

"પ્રમુખની ચૂંટણીના સંબંધમાં ભારે વાદવિવાદ જાગવાને પરિણામે કૉંગ્રેસમાં અને દેશમાં વિવિધ પ્રકારની ગેરસમજો ઊભી થવા પામી છે. તેથી કૉંગ્રેસના આ અધિવેશને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવાની અને કૉંગ્રેસની સર્વસામાન્ય નીતિ જાહેર કરવાની જરૂર છે.

“ કૉંગ્રેસનું આ અધિવેશન જાહેર કરે છે કે મહાત્મા ગાંધીના માર્ગદર્શન નીચે છેલ્લાં કેટલાંક વરસથી કૉંગ્રેસની મૂળભૂત નીતિ પ્રમાણે તેનો જે કાર્યક્રમ ચાલે છે તેને કૉંગ્રેસ દ્રુઢતાપૂર્વક વળગી રહે છે. એનો સ્પષ્ટ અભિપ્રાય છે કે કૉંગ્રેસની ચાલુ નીતિમાં કશો ફેરફાર કરવાની જરૂર નથી અને ભવિષ્યમાં કૉંગ્રેસનો કાર્યક્રમ એ નીતિ પ્રમાણે જ ચાલવો જોઈએ. ગયે વરસે કૉંગ્રેસની કારોબારી સમિતિએ કરેલા કામ વિષે આ કૉંગ્રેસ પોતાનો વિશ્વાસ જાહેર કરે છે અને તેના સભ્યો પ્રત્યે જે આક્ષેપો કરવામાં આવ્યા છે તેને નાપસંદ કરે છે.

"આવતે વરસે કટોકટીભરેલી સ્થિતિ ઊભી થવાનો સંભવ છે. તે વખતે મહાત્મા ગાંધી જ કૉંગ્રેસને અને દેશને વિજયને માર્ગે દોરી શકે એમ છે. તે જોતાં આ કૉંગ્રેસ એ વસ્તુ અનિવાર્ય માને છે કે કોંગ્રેસની કારોબારી સમિતિ મહાત્માજીનો પૂર્ણ વિશ્વાસ ધરાવે એવી હોવી જોઈએ, તેથી પ્રમુખને વિનંતી કરે છે કે મહાત્માજીની ઇચ્છાઓ ધ્ચાનમાં લઈને તેમણે કારોબારી સમિતિની નિમણુક કરવી.”

ત્યાર પછી જેના ઉપર મતભેદ નહોતા એવા કેટલાક ઠરાવો પસાર કરીને કૉંગ્રેસનું અધિવેશન પૂરું થયું. સુભાષબાબુએ પોતાની માંદગીને લીધે તેમ જ ઉપર આપેલા ઠરાવને કારણે નવી કારોબારી સમિતિ ન નીમી. પણ એમના મનમાં ખાસ કરીને સરદાર પ્રત્યે ભારે રોષ અને કડવાશ રહી ગઈ તા. ૨૧મી માર્ચ એમના ભાઈ શરદબાબુએ ગાંધીજીને જે કાગળ લખ્યો તે ઉપરથી આ વસ્તુ જણાઈ આવે છે. એ કાગળમાંથી થોડાક ફકરા નીચે આપ્યા છે :

“ ત્રિપુરીમાં હું એક અઠવાડિયું હતો તે દરમિયાન મેં જે જોયું અને સાંભળ્યું તેથી મારી આંખ ઊઘડી ગઈ છે. લોકો જે વ્યક્તિઓને આપના માનીતા શિષ્યો અને પ્રતિનિધિઓ માને છે તેમણે ત્યાં જે સત્ય અને અહિંસાનું