પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૪૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૫૯
પ્રધાનમંડળોનાં રાજીનામાં પછી

મૃત્યુ પામ્યો હોય તો ભૂતકાળના દોરાધાગા સાફ તૂટવા જોઈએ અને નવા યુગને બંધબેસતી ભાષા વપરાવી જોઈએ. આ પાયાનું સત્ય સ્વીકારવાનો જો હજુયે સમય ન આવ્યો હોય તો હું એટલી જ વિનંતી કરીશ કે ઉકેલના બધા પ્રચત્નો આજે મુલતવી રહે એમાં જ શોભા છે.

“મને આશા હતી અને હજુ છે કે ઈશ્વરે મોકલેલ લડાઈનો શાપ બ્રિટનનાં પડળ ખોલવામાં કારગત નીવડશે, અને એ રીતે આશીર્વાદરૂપ થશે. કારણ કે બ્રિટનને એ વાતનું ભાન થશે કે આ લડાઈને વાજબી ઠરાવવા માટે અને તેને જલદીમાં જલદી અંત આણવાને માટે સૌથી વધુ જરૂરી કોઈ વસ્તુ હોય તો તે એ છે કે ભારતવર્ષ જેવા મહાન અને પ્રાચીન દેશને પોતાની ધૂસરીમાંથી છૂટો કરવો.”

ગાંધીજીનું બીજું કહેવું એમ હતું કે,

"બ્રિટને આજ સુધી લધુમતીઓને કહેવાતી બહુમતી સામે બાજીમાં મૂકી મુકીને પોતાની સત્તા ટકાવી રાખી છે, અને એ રીતે જુદા જુદા પક્ષો વચ્ચે એકરાગભર્યો ઉકેલ અશક્ય કર્યે રાખ્યો છે. લઘુમતીઓના રક્ષણની જવાબદારી પોતાની ઉપર છે એમ બ્રિટન જ્યાં સુધી માન્યા કરે છે ત્યાં સુધી હિંદને પોતાને આધીન રાખવાની જરૂર એને ભાસ્યાં જ કરવાની. એટલે લધુમતીઓના રક્ષણનો ઉકેલ શોધવાને ભાર તેણે પોતાને માથેથી કાઢી નાખી તે તે પક્ષોને માથે જ નાખવો જોઈએ. તેમ કરવા માટે હિંદુસ્તાનનું ભાવિ રાજ્યબંધારણ પ્રજાના ચુંટેલા પ્રનિનિધિઓની બનેલી લોકસભાને ઘડવા દેવું જોઈએ. એ બંધારણમાં લધુમતીઓના હક્કોના રક્ષણની તેમને સંતોષ થાય એવી ખેાળાધરીઓ આપવામાં આવશે. લડાઈને અંતે એક ગોળમેજી પરિષદ જેવું સધળા પક્ષોનું સંમેલન બોલાવવાની વાત સરકાર કરે છે, તો હું કહું છું તેવી લોકસભા હિંદને શું કામ ન ભરવા દે ? લધુમતીઓનો સવાલ, લધુમતી અને બહુમતી કોમોએ ઘરમેળે બેસીને પતાવવાનો છે. બ્રિટિશ સરકારે વચ્ચેથી નીકળી જવું જોઈએ.”

તા. ૨૩મી નવેમ્બરે કાર્યવાહક સમિતિએ અલ્લાહાબાદમાં મળેલી પોતાની બેઠકમાં આવી જ મતલબનો ઠરાવ પસાર કર્યો. એ ઠરાવમાં કહેવામાં આવ્યું કે બ્રિટિશ સરકારે યુદ્ધ વિષેનાં પોતાનાં ધ્યેયોની જાહેરાત ટાળવાનો પ્રયત્ન કર્યો છે અને અપ્રસ્તુત પ્રશ્નોની ઢાલ આગળ ધરી છે. તેનો અર્થ કૉંગ્રેસ તો એ જ કરે છે કે દેશમાંનાં પ્રગતિવિરોધી તત્ત્વોની સાથે મળીને હિન્દ ઉપરનું પોતાનું સામ્રાજ્યવાદી આધિપત્ય બ્રિટન કાયમ રાખવા ઈચ્છે છે. વિશેષમાં એમ પણ જણાવ્યું કે કોમી અને બીજી મુસીબતોનો લોકશાસનની પદ્ધતિએ ઉકેલ આણવાનું એકમાત્ર અસરકારક સાધન બંધારણ ધડવા માટેની લોકસભા, એ જ છે. આ લોકસભા એવું રાજ્યબંધારણ ઘડી શકશે જેમાં લઘુમતીઓના હકોની તેમને સંતોષ થાય એવી રીતે રક્ષા કરવામાં આવશે. લઘુમતીઓના હકો વિષેની કોઈ બાબતો વિષે અંદર અંદર