પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૫૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૨૮
સરદાર વલ્લભભાઈ

રહો. જુઓ અહીંથી. 'ક્વિટ ઇન્ડિયા'. છોડો અમને. તમે ટળો. અમારું અમે ફોડી લઈશું. અમે હાથ જોડીને નથી બેસી રહેવાના.”


"હવે લડત વિષે કહું. આ કડક લડત થવાની છે. ગાંધીજીએ તમને સાવધાન કર્યા છે. આ અગાઉ આપણે ઘણી લડતો લડ્ચા છીએ. પણ આવતી લડત જુદી જાતની થવાની છે. આપણે એ જોવાનું છે કે, મુલકની આઝાદી માટે રશિયા, ચીન કેવા ભોગ આપી રહ્યાં છે ? કેટલા મરે છે? કેટલી ખુવારી થાય છે ?

“ સલ્તનત સાથે સમજૂતી થશે એમ માનશો નહીં. એમ માનશો તો પૂરી થાપ ખાશો. જેની વાત પણ આજે રહી નથી. આ તો જુદી જ લડત છે. કશી હળવી ગણતરીએ આ ઠરાવ નથી ઘડાયો. જો તમે એમ સમજતા હો કે, બધુ સલામત રહેશે, ધંધારોજગાર ચાલતા રહેશે, બહુ તો જેલમાં જઈ બેસીશું, ખાઈશું, પીશું અને વાંચશું તો આ ઠરાવ પસાર કરશો નહીં.

“ પણ જો આજે તમારી તૈચારી હોય કે આ લડતમાં આઝાદી લેવા માટે મરવાનો મોકો આવવાનો છે, ફના થવાનું છે, તો ચાલો, આગે બઢો. વળી ગણજો કે, એમાંથી જે મળશે તે સારા મુલકને મળશે, અમારે કાંઈ જોઈતું નથી, તો જ આમાં સામેલ થજો.

“ પાર્લમેન્ટમાં મારા એક નિવેદન પર પ્રશ્નોત્તરી થઈ. કોઈએ પૂછયું, પટેલ કહે છે કે, કૉંગ્રેસને સત્તા નથી જોઈતી, ગમે તેને આપો પણ હિંદીને આપો એ શું સાચું છે? જવાબમાં કહે છે કે, એ તો એક વ્યક્તિની કહેલી વાત છે, કૉંગ્રેસની નથી. પછી તો પ્રમુખ સાહેબે પોતે કહ્યું છે કે તમે જાઓ, ગમે તેને સત્તા સોંપો પણ ચાલી જાઓ, જોઈએ તો મુસ્લિમ લીગને સોંપો. હું તો હું છું કે, અરે ચોર ડાકુને સોંપી જાઓ ને ! અને પછી આપસઆપસમાં જોઈ લઈશું. પણ તમે છોડો. હઠી જુઓ, નહીં તો તમારી સાથે લડ્યે જ છૂટકો છે.

"આપણું શસ્ત્ર અહિંસાનું છે. એ શસ્ત્ર ભલે ગમે તેવું હોય પણ એના વડે જ છેલ્લાં બાવીસ વરસમાં દુનિયામાં આપણી ઇજ્જત વધી છે. વળી આ લડાઈમાં એવી તો કેાઈ શરત નથી કે દિલમાં પણ અહિંંસા હોવી જોઈએ. આ તો માત્ર કાર્યની વાત છે. કાર્યમાં અહિંસા જોઈએ.

“ સૌ પૂછે છે કે, લડતનો કાર્ચક્રમ શું છે ? પહેલાંની લડતો વખતે આપણા કાર્યક્રમ હંમેશ ગાંધીજીએ ઘડ્યો છે. એ બેઠા છે. એ હુકમ આપે તે ઉઠાવીએ. તેઓ જેમ કહે તેમ કરવું એ સૈનિકોનું કામ છે. આપણને ધણી દમદાટી મળી રહી છે. સલ્તનતની રીત જાણીતી છે. ઘણી ચાદીઓ અને વટહુકમો તૈયાર કર્યા કરે છે ને કરશે, એ તો આગળની લડતો વેળાનાં દફતરમાં તૈચાર પડેલાં જ છે. નવું શું કરવાનું હતું ? પણ આપણા ઉપરની જવાબદારી આપણે વિચારી, સમજી લેવાની છે. જ્યાં સુધી ગાંધીજી બેઠા છે ત્યાં સુધી તેઓ જે કાંઈ હુકમ કરે, જે સુચના કાઢે, એક પછી એક જે કદમ ઉઠાવવાનું કહે, તે કદમ ઉઠાવવાનું છે. નથી ઉતાવળ કરવી, નથી પાછળ રહેવું. દરેક જણે