પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૫૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૩૦
સરદાર વલ્લભભાઈ

ત્યાં પહોંચાડવામાં આવ્યાં. સરદારને તથા કારોબારી સમિતિના બીજા સભ્યોને અહમદનગરના કિલ્લામાં રાખવામાં આવ્યા. લગભગ ત્રણ વરસ સુધી એ કિલ્લાના દરવાજા એમને માટે બંધ રહ્યા. નવમી ઑગસ્ટથી ૧૮૫૭ના બળવાને પણ ભૂલાવે એવો બળવો સરકારની સામે સને ૧૯૪રના તા. ૮મી ઓગસ્ટે મધરાતે મુંબઈની મહાસમિતિએ પસાર કરેલો ‘હિંદ છોડી ચાલ્યા જાઓ'નો યાદગાર ઠરાવ:

"પોતાના તા. ૧૪મી જુલાઈ, ૧૯૪રના ઠરાવથી કાર્ચવાહક સમિતિએ જે પ્રશ્ન નિર્ણયને માટે અખિલ હિંદ મહાસભા સમિતિને સુપરત કર્યો હતો તે વિષે તેણે પૂરેપૂરી કાળજીભરી વિચારણા કરી છે. વળી લડાઈની પરિસ્થિતિમાં ઉત્તરોત્તર થયેલા ફેરફાર, જવાબદારીથી બોલી શકે એવા બ્રિટિશ સરકારના આગેવાનોનાં વચનો, અને એ ઠરાવ પર હિંદમાં તેમ જ પરદેશમાં થયેલાં વિવેચનો અને ટીકાઓ, વગેરે અને ત્યાર પછી બનેલા સધળા બનાવોની પણ તેટલી જ કાળજીભરી વિચારણા સમિતિએ કરી છે. મહાસમિતિ કાર્યવાહક સમિતિના ઠરાવને સ્વીકારે છે. સમિતિનો એ અભિપ્રાય છે કે પાછળથી બનેલા બનાવોથી એ ઠરાવને વિશેષ સમર્થન મળ્યું છે. અને મિત્રરાજ્યોના ધ્ચેચની સિદ્ધિને અન્ય તેમ જ હિંદની સલામતીને ખાતર, તેના પરના બ્રિટિશ અમલનો તત્કાળ અંત આવવાની જરૂર છે, એ વાત દીવા જેવી સ્પષ્ટ થઈ છે. એ અમલ ચાલુ રહેવાથી હિંદની ઉત્તરોત્તર અવનતિ થાય છે, તે વધારે ને વધારે નબળું પડતું જાય છે અને તેથી પોતાના રક્ષણની તેમ જ જગતની મુક્તિના કાર્યમાં ફાળો આપવાની તેની તાકાત ઘટતી જાય છે.

"યુદ્ધના રશિયાના અને ચીની મોરચાઓ પર બગડતી જતી પરિસ્થિતિ જોઈને સમિતિને ચિંતા થઈ છે. પોતાના સ્વાતંત્ર્યની રક્ષાને અર્થે રશિચન અને ચીની લોકોએ દાખવેલી ઉચ્ચ પ્રકારની વીરતાની તે કદર ભૂજે છે. આ વધતા જતા ભયને લીધે સ્વતંત્રતાને માટે જે લોકો મથે છે અને આક્રમણનો ભોગ બનેલા લોકો પ્રત્યે જે લોકો સહાનુભૂતિ ધરાવે છે તે સર્વેની ફરજ છે કે મિત્ર રાષ્ટ્રોએ આજ સુધી જે નીતિથી કાર્ય કર્યું છે તેના પાયામાં રહેલાં ધોરણોની પરીક્ષા કરવી. એ જ નીતિ અને ધોરણોને પરિણામે વારંવાર આપત્તિકારક નિષ્ફળતા સહેવી પડી છે. આવા આશયો, નીતિઓ અને પદ્ધતિઓને વળગી રહેવાથી નિષ્ફળતાનું પરિવર્તન સફળતામાં નહીં થાચ, કેમ કે આજ સુધીનો અનુભવ દર્શાવે છે કે નિષ્ફળતા એ નીતિમાં અંતર્ગત છે –તેના મૂળમાં રહેલી છે. એ નીતિઓ સ્વતંત્રતાને માટે નહીં, પણ પરાધીન અને સાંસ્થાનિક પ્રજાઓ પર કાબૂ ટકાવી રાખવાની સામ્રાજ્યવાદી પરંપરા અને પદ્ધતિ ચાલુ રાખવાના આશયથી વિશેષ રચાયેલી છે. સામ્રાજ્ય ઊપર માલકી રાખવાથી શાસક સત્તાનું બળ વધવાને બદલે, ઊલટું સામ્રાજ્ય તેને ભારરૂપ અને શાપરૂપ થઈ પડયું છે.