પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૫
૯૫
 

________________

4/25/2021 ૧૭. વર્ણાશ્રમધમ. / a મજૂરી રાખી શકાય. એને “લેબર નોટ' કહે છે. માણસ એક દિવસ મજૂરી કરે તેને એક દિવસની મજૂરીની એક નોટ મળે. પ્રાથમિક જરૂરિયાતના ભાવ બનતાં સુધી સ્થિર રહે એ આમ જનતાની દષ્ટિએ સગવડભરેલું છે. એટલે મજૂરીની નોટમાંથી પોતાની જરૂરિયાતની બધી વસ્તુઓ માણસને મળી રહે. આવી નોરાને પણ સંગ્રહ કરવાની લાલચમાં માણસ ન પડે એટલા માટે એવો નિયમ રાખી શકાય કે નોટ ચલણમાં મૂકવામાં આવે ત્યાર પછી બે કે ત્રણ વરસ જ તે ચાલી શકે, પછી તે રદ થઈ જાય. એટલે માણસ પાસે નકામે પરિગ્રહ થઈ જ ન શકે. પણ આની સાથે બિમાર, વૃદ્ધ અથવા અશક્તાના નિર્વાહની જવાબદારી સમાજે એટલે ગ્રામલોકેએ ઉપાડવાને તૈયાર રહેવું જોઈએ. ૧૭ : વર્ણાશ્રમધર્મ આજ સુધી ઈતિહાસકારે એમ માનતા આવ્યા છે કે આ હિંદુસ્તાનમાં આવ્યા ત્યાર પછી જ અહીં સુધારે શરૂ થયો. પણ કેટલાક પ્રાચીન અવશેષોના સંશોધન ઉપરથી એમ સાબિત થયું છે કે આપણા દેશમાં આ આવ્યા તે પહેલાં પણ સંસ્કૃતિના વિકાસ થયો હતો. મોહેં-જો-દડો અને હડપ્પાના અવશેષો બતાવે છે કે હિંદુસ્તાનમાં આર્યોના આગમન પહેલાં શહેરો પણ હતાં. નર્મદા નદીની ખીણમાં પણ આ પહેલાંની સંસ્કૃતિના એવા અવશેષે હાથ લાગ્યા છે. એ બધું અહીં પ્રસ્તુત નથી; અહીં” તો એટલું જ કહેવું છે કે જ્ઞાતિવ્યવસ્થા હિંદુસ્તાનમાં આર્યોના આગમન પહેલાં પ્રચલિત હાય એમ લાગે છે. ઘણા ઇતિહાસકારો એમ માને છે કે ગ્રામપંચાયતો પણ હિંદુસ્તાનમાં આર્યોના આગમન પહેલાંની છે. Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 4550