પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૭
૯૭
 

________________

4/25/2021 ૧૭. વર્ણાશ્રમધર્મ ss : કરી છે. આ વર્ષે પોતપોતાના ધંધા અને એ ધંધા પાછળ રહેલી વૃત્તિ મુજબ હસ્તીમાં આવ્યા છે. એમ તો સમાજમાં ધંધા ચાર કરતાં ઘણી વધારે છે. મુખ્ય ધંધા અઢાર ગણીને આપણામાં ‘ અઢાર વણ' એમ પણ બેલાય છે, પરંતુ ધંધા જુદા જુદા હોવા છતાં, દાખલા તરીકે, ખેડૂત, ગોપાલ, વણકર, લુહાર, સુથાર, વણઝારા, વેપારી—એ બધા અર્થોત્પાદનના ધંધા પાછળ જીવનની વૃત્તિ એક જ પ્રકારની હોય છે, એટલે એ બધાને વશ્ય વર્ણમાં ગણ્યા છે, જ્યારે સમાજને જ્ઞાનસંપન્ન, સંસ્કારી અને ધર્મ પરાયણ બનાવનાર અધ્યાપક કે ધર્મોપદેશકની વૃત્તિ જુદા પ્રકારની હોય, તેમને બ્રાહ્મણ વેણુ માં - ગણ્યા છે. મનુસ્મૃતિમાં બ્રાહ્મણો માટે છ કર્મો ગણાવ્યાં છે, તેમાંથી ત્રણ અધ્યાપન, યજન (યજ્ઞો કરાવવા) અને પ્રતિગ્રહણ (દાન સ્વીકારવું) આજીવિકા માટે, અને બીજા ત્રણ અધ્યયન, યજન અને દાન એ ધિર્માને સારુ, એટલે કે સમાજસેવા સારુ છે, એમ કહ્યું છે. - અધ્યયન, ચિતન તથા સંસ્કારપષણને જીવનમાં પ્રાધાન્ય આપી, સમાજ પાસેથી વણમાગ્યે જે કાંઈ મળી રહે તેમાં સંતોષ માની સાદાઈ અને સંયમથી રહી સમાજનાં સંસ્કાર, જ્ઞાન, કૌશલ તથા તેજસ્વિતા વધારવાને જે લેકે શુદ્ધ સેવાપરાયણ જીવન ગાળે તે બ્રાહ્મણ આજના જમાનામાં શિક્ષકો, ધર્માચાર્યો, કવિઓ, સાહિત્યકાર, શોધક, કળાધરે જે ઉપર જણાવેલી વૃત્તિથી જીવન ગાળતા હોય તો બ્રાહ્મણ વર્ણ માં આવી રાકે. જે રાષ્ટ્રનેતાઓ પોતાના શુદ્ધ અને સાત્વિક જીવનની આધ્યાત્િમક અસરથી જ લેકેના જીવન ઉપર અસર પાડીને તેમને ઉન્નતિને પંથે દોરે તેઓ પણ આ વણ માં આવે. ' આ ક્ષત્રિયનું કામ પરદેશી આક્રમણ સામે તથા ચેરલૂંટારા સામે પ્રજાનું રક્ષણ કરી, સમાજમાં કોઈ કોઈને લૂંટે નહીં, એટલું જ નહીં, પણ કઈ કઈને અન્યાય પણ ન કરે એવી સુવ્યવસ્થા સ્થાપવાનું તથા સંભાળવાનું છે. ક્ષત્રિયનો આદર્શ યુદ્ધ નથી, તેમ તેનાં સાધનો સ. ૭ Gandhi Heritage Porta © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 47/50