પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૦
૧૦૦
 

________________

4/25/2021 ૧૦૦ સર્વોદય સમાજની ઝાંખી વર્ણનાં માણસના સ્વભાવ અને ગુણ ધારણ કરતાં જોવામાં આવશે. અને જ્યારે જ્યારે એવું જોવામાં આવે ત્યારે ત્યારે એને વર્ણ . બદલવાની છૂટ હોવી જોઈએ. આપણા સ્મૃતિકારોએ પણ આવા અપવાદ ઠીક ઠીક પ્રમાણમાં સ્વીકાર્યા છે. વર્ણ વ્યવસ્થા વિશેના પોતાના લેખસંગ્રહની પ્રસ્તાવનામાં ગાંધીજી કહે છે : વર્ણને નિર્ણય સામાન્ય રીતે જન્મથી કરાય. અમુક અંશે કમથી પણ કરાય. બ્રાહ્મણનો છોકરો બ્રાહ્મણ કુળમાં જન્મી બ્રાહ્મણ તો કહેવાશે, પણ જો તે મોટો થઈ બ્રાહ્મણનાં લક્ષણ નહિ બતાવે તો તે ભલે બ્રાહ્મણ ગણાય, પણ તે પતિત થયા. તેથી ઊલટું, જે અન્ય વર્ણ માં જન્મી બ્રાહ્મણનાં લક્ષણ પ્રત્યક્ષ રીતે નિત્ય બતાવ્યાં જ કરશે તે પોતાને બ્રાહ્મણ તરીકે ન ગણાવતાં છતાં બ્રાહ્મણ ગણાવાને યોગ્ય હશે. જગત તેને બ્રાહ્મણ જ ગણશે. ” | અહીં એક મહત્ત્વની વસ્તુની નોંધ કરવી જોઈએ. અત્યારે - આપણા દેશમાં જે જ્ઞાતિવ્યવસ્થા ચાલે છે તેને પ્રાચીન વણ વ્યવસ્થા સાથે તથા ઉપર તેની જે પુનર્ધટના સૂચવી છે તેની સાથે કશે. સંબંધ નથી. વર્ણ વ્યવસ્થાની રચનાનો આધાર ગુણ અને કમ ઉપર એટલે કે સ્વભાવ, વૃત્તિ તથા ધંધાને કારણે જે સ્વાભાવિક કાયવિભાગ સમાજમાં પડે અને પડવા જોઈએ તેના ઉપર છે, જ્યારે જ્ઞાતિવ્યવસ્થા રાટી વ્યવહાર અને એટીવ્યવહાર ઉપર ચાલે છે. માણસ રોટીબેટીવ્યવહારની મર્યાદા જાળવે, પછી તે ડબામાં પેક કરેલું માંસ વિચે કે બીજો હરકોઈ ધંધો કરે અથવા હરકોઈ દુરાચરણ કરે, તેની જ્ઞાતિને ઝાઝી પરવા નથી હોતી; જ્ઞાતિના આધાર કેવળ જન્મ ઉપર - છે. વર્ણ નક્કી કરવામાં જન્મ મહત્ત્વનો ભાગ ભજવે છે ખરા, પણ તેને મુખ્ય આધાર ગુણકર્મ અને ધંધા ઉપર છે અને રહેવો જોઈએ. અમુક વર્ણ માં જન્મેલા માણસમાં તેના વર્ણનાં ગુણકર્મ ન હોય તે તે વર્ણભ્રષ્ટ ગણાય. Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust 50/50