પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૫
૧૦૫
 

________________

4/25/2021 ૧૮, સહકાર, કઈ કુE Ele ૧૦૫ બહુ મોટી મદદ મળતી, માણસ યાત્રાએ જાય ત્યારે પણ સગાંવહાલાં નાની નાની ભેટ આપે છે. તેમાંથી યાત્રાનું ખર્ચ ઘણે ભાગે નીકળી જતું. ગામડાંમાં કોઈ ને ત્યાં જમણવાર હોય ત્યારે સગાંવહાલાં તથા. “પડોશી તેને ઘેર પાણી ભરી જાય, લેટ દળી આપે, રાંધવામાં મદદ કરે, એવો રિવાજ ગામડાંમાં આજ સુધી જોવામાં આવતો. સહકારના આવા ઘણા દાખલા આપી શકાય. કોઈ ખેડૂત પાસે એક બળદ હોય તો તે બીજા એક બળદવાળા ખેડૂત સાથે સુંઢલ કરી સહકારથી પોતાની ખેતી કરતો. તેવી જ રીતે ખેડૂત કુટુંબમાં નીંદણી તથા લણણી વખતે એકબીજાને મદદ કરવાનો રિવાજ પહેલાં જોવામાં આવતા. પરંતુ આજે એ બધા રિવાજો ઘસાઈ ગયા છે. લેકહિતનાં કામ કરવાનું જ્યારથી સરકારે માથે લીધું અને વ્યક્તિ સ્વાતંત્ર્યના અનર્થા કરવામાં આવ્યા ત્યારથી આવા સહકારના દાખલા ઓછા જોવામાં આવે છે. સરકારનાં કર્તવ્ય વધતાં ગયાં, એ પ્રમાણમાં પ્રજાનાં એકબીજા પ્રત્યેનાં કર્તવ્ય ઘટતાં ગયાં છે. પહેલાં કોઈ માણસ મદિો હોય તો તેની સારવારમાં રહેવાની તેના પડોશીની ફરજ ગણાતી. આજે તે માંદા માણસને ઇસ્પિતાલ બતાવી દેવામાં એ ફરજ પૂરી થાય એવી સ્થિતિ આવવા લાગી છે. પડોશમાં કોઈનું મરણ થયું હોય તો સઘળાં પડોશીઓની તેને મશાને પહોંચાડવાની ફરજ ગણાય છે, પણ મોટાં શહેરોમાં જ્યાં સ્મશાનગાડીઓ થઈ છે ત્યાં સ્મશાને જવાની બધાની ફરજ ગણાતી નથી. કૅપેટિકન નામના રશિયન લેખકે પોતાના “ યુવ્વલ એડ' (સહાયકવૃત્તિ) એ નામના પુસ્તકમાં આધુનિક સમાજમાં આવા સહકારના અનેક દાખલા આપ્યા છે. એ સઘળા યુરોપના દેશોના છે, જે કે આપણા દેશના પણ આવા ઘણા દાખલા આપી શકાય. પણ અત્યારના જમાનામાં, ખાસ કરીને શહેરોમાં અને કેટલાંક ગામડાઓમાં પણ એ વૃત્તિ ધસાતી જતી જોવામાં આવે છે. આપણું પ્રજાકીય જીવન સુસંગઠિત અને સમૃદ્ધ કરવું હોય તો આપણે એ વૃત્તિ ફરી સજીવન કરવી પડશે.” Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 5123