પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૬
૧૦૬
 

________________

4/25/2021 ૧૦૬ સર્વોદય સમાજની ઝાંખી ત્યારે બ્રિટિશ સરકાર સાથે ગાંધીજીના અસહકાર બ્રિટિશ સરકારના અને બ્રિટિશ વેપારીઓના આ દેશમાં ચાલી રહેલા અન્યાય અને શેષણની સામે હતો, પણ અસહકાર ગાંધીજીના જીવનનું મહત્વનુ અથવા કાયમી અંગ નહોતું તેઓ સહકાર કરવા હંમેશાં તત્પર રહેતા; પણ જ્યાં સ્વમાન ન સચવાય એમ હોય, આપણું શોષણ થતું હોય, આપણને અન્યાય થતો હોય, ત્યાં અહિંસક અસહકાર એ ધર્મ થઈ પડે છે. તેથી જ ટ્રસ્ટીપણાવાળા પ્રકરણમાં ગાંધીજીએ બતાવ્યું છે કે કેઈ ધનિક માણસ પોતાની વધારાની સંપત્તિનો સમાજને માટે ટ્રસ્ટી થવા તૈયાર ન હોય તો તે માટે આમ જનતાએ તેની સાથે અહિંસક અસહકાર કરે તે એક ઉપાય છે. એમના સત્યાગ્રહના શસ્ત્રભંડારમાં અહિંસક અસહકાર એ એક મહત્તવનું શસ્ત્ર છે; પણ તેનો ઉપયોગ શસ્ત્ર તરીકે, ખાસ જરૂર પડે ત્યારે જ કરવાનો હોય છે. મનુષ્યધર્મનું કાયમી અંગ તો સહકાર કરવાનું છે, પણ ખાસ પ્રસંગ આવે ત્યારે અસહકાર કરવાનો નૈમિત્તિક ધમ તેને પ્રાપ્ત થાય છે. જેને પ્રસંગ આવ્યે અસહકાર કરતાં આવડે છે તે માણસ સારી રીતે સહકાર કરી શકે છે. ને આપણા દેશમાં નવી પદ્ધતિની સહકારપ્રવૃત્તિનો આરંભ સને ૧૯૦૪ થી થયા છે. શરૂઆતમાં સહકારી પ્રવૃત્તિઓ ધીરાણનું સ્વરૂપ લીધું. શાહુકારે ખેડૂતો પાસેથી પોતે ધીરેલાં નાણાંનું બહુ ભારે વ્યાજ લેતા હતા. તેમાંથી ખેડૂતોને બચાવવા સહકારી ધીરાણ મંડળીઓ નીકળી, પરંતુ એ મંડળીઓ હજી શાહુકારને ધીરધારના ક્ષેત્રમાંથી હાંકી કાઢી શકી નથી. એનું એક કારણ તો એ છે કે સહકારી મંડળીને પોતાનું બધું કામ કાયદાની વિધિઓ સાચવીને કરવું પડે. છે, જ્યારે શાહુકાર તો અધરાતે મધરાતે પણ નાણાં ધીરવા તૈયાર હોય છે. બીજું કારણ એ છે કે ખેડૂત પોતે લીધેલાં નાણાં માટે મંડળી પ્રત્યેની જવાબદારી પૂરેપૂરી સમજતો હોતો નથી. મંડળીનાં નાણાં વખતસર આપવાની બાબતમાં તે બેદરકાર રહે છે, તેને લીધે. Ganan Heritage Porta © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 6/23