પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૮
૧૦૮
 

________________

4/25/2021 સર્વોદય સમાજની ઝાંખી આપીને વેગન વખતસર મેળવી શકે છે, જ્યારે સહકારી મંડળીના "સંચાલકે લાંચ આપવા તૈયાર ન હોય એટલે વેગને મેળવી શકતા નથી. આનો ઉપાય તો રેલવેખાતા સામે જબરા પ્રચાર થાય અને રેલવેખાતાની બરાબર શુદ્ધિ થાય એ જ છે. 5 0 હમણાં કેટલીક સહકારી ખેતી મંડળીઓ નીકળી છે. તે બધી. વિશે મને જાતમાહિતી નથી, પણ થોડીક ખેતી મંડળીઓ વિશે હું જાણું છું તે પ્રમાણે તેઓ સંચાલકની કાર્યદક્ષતા તથા પ્રામાણિકતાને અભાવે મુશ્કેલીમાં આવી પડી છે. સંચાલક બાહોશ અને પ્રામાણિક હોવો જોઈએ એ વસ્તુ ઉપર એટલે ભાર મુકાય તેટલા ઓછા છે. એ ઉપરાંત, એના ઉગર ચાંપતી દેખરેખ હોવી જોઈએ એ પણ એટલું જ મહત્ત્વનું છે. ખેતી મંડળીના સંચાલક હોય તે ખેતીવાડીના કામમાં પૂરેપૂરો પાવરધો હોવો જોઈએ. અત્યારે તે નામું લખતાં આવડે અને સહકારી મંડળીએ નક્કી કરેલાં પત્રક ભરતાં આવડે એટલું પૂરતું ગણાય છે. ખેતી મંડળીએ કોઈ જગ્યાએ પતિને માટે એન્જિન તથા પંપ મૂકયાં હોય તો એન્જિન તથા પંપ વિશે જરૂરી યાંત્રિક જ્ઞાન પણ સંચાલકમાં હોવું જોઈએ. સહકારી મંડળીઓને સફળ બનાવવા માટે આ બધું આવશ્યક છે. અને એ બાબતની બરાબર તૈયારી વિના સહકારી મંડળી શરૂ કરવી એ ભૂલ છે. - હવે આપણે કલ્પલાં સ્વયં સંપૂર્ણ ગામડાંમાં સહકારી પ્રવૃત્તિ કેવા પ્રકારની હોય તેનો વિચાર કરીએ. એવાં ગામડાંનું આખું જીવન એકબીજા સાથેના સહકાર ઉપર રચાયેલું હોય, ગામને આવશ્યક બધી પ્રવૃત્તિઓ-ચેકી, ન્યાયવ્યવસ્થા, ગામની સંસ્કાર-પ્રવૃત્તિ, રમતગમતના મેળાવડા, બિમારીની સારવાર, લગ્નમરણના પ્રસંગે, એ બધું સહકારના ધોરણે ગોઠવાયેલું હાય. એની વિગતોમાં ઊતરવાની અહીં જરૂર નથી. ગામની સઘળી અર્થપ્રવૃત્તિ પણ સહકારી ધોરણે ચાલતી હોય. પશુપાલન, ખેતી, ખરીદવેચાણુ, આયાતનિકાસ એ બધું સહકારી ધોરણે ગોઠવાવું જોઈએ. એવી થોડી વિગતેનો અહીં વિચાર કરીશું. Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 8/23