પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૨
૧૧૨
 

________________

4/25/2021 50 g - ૧૯ સુદાનચન [ 2 વસ્તુતઃ ભૂદાનયજ્ઞ એ ભારે ક્રાન્તિકારી ચળવળ છે. એને અંતિમ ઉદ્દેશ કેવળ જમીનની વહેંચણી કરવાનો નથી, પણ જમીન ઉપરના ખાનગી માલિકી હક્ક નાબૂદ કરવાના છે. બીજી કુદરતી બક્ષિસની માફક જમીન પણ એક કુદરતી બક્ષિસ છે, અને તેના ઉપર કોઈ માણસની ખાનગી માલકી હક્ક ન હોઈ શકે, તેથી કહ્યું છે કે “સ ભૂમિ ગોપાડ્યો. ' માલકી ગણવી હોય તો ગોપાલના પ્રતિનિધિ તરીકે ગ્રામપંચાયતની હોઈ શકે. ગ્રામના બધા માણસો એક અથવા અનેક સહકારી મંડળીઓ બનાવીને ખેતી કરે; પરંતુ બાવી સહકારી મંડળી ન ગોઠવાય ત્યાંસુધી માણસ વૈયક્તિક ખેતી પણ કરે. કુટુંબની જનસંખ્યામાં ફેરફાર થાય તે પ્રમાણે દસ અથવા પંદર વર્ષે ગ્રામ પંચાયત દ્વારા જમીનની ફરી વહેંચણી થાય. ભૂદાનયજ્ઞ આ જાતનો આદર્શ રાખીને શરૂ કરવામાં આવ્યો છે.. ના અત્યારે તે વિનોબાજીએ પાંચ કરોડ એકર જમીનની ટહેલ નાંખી છે અને એ કાર્યક્રમ સને ૧૯૫૬ માં પૂરો કરવાનો તેમણે સંક૯પ કર્યો છે. 'પ૭નું વર્ષ હિંદુસ્તાનના ઈતિહાસમાં એક ક્રાન્તિકારી વર્ષ છે. ૧૭૫૭ માં કલાઈવ પ્લાસીનું યુદ્ધ જીતીને અંગ્રેજી સત્તાનો પાયો હિંદુસ્તાનમાં નાખ્યો. ૧૮૫૭ માં બ્રિટિશ લશ્કરના દેશી સિપાઈઓએ અંગ્રેજો સામે સ્વાતંત્ર્યયુદ્ધ કર્યું, અને ઘડીભર તો બ્રિટિશ સત્તાના પાયા જાણે હચમચાવી નાંખ્યા; પણ એમાં સિપાઈઓને નિષ્ફળતા મળતાં આપણા દેશમાં બ્રિટિશ સત્તા જાણે કાયમી જામી હોય એવું દેખાયું. પણ ઇતિહાસમાં કશું સ્થિરસ્થાવર હોતું નથી. અંગ્રેજો પણ ૧૯૪૭ માં ગાંસડાપેટલાં બાંધીને ગયા. હિંદુસ્તાનને રાજકીય સ્વાતંત્ર્ય મળ્યું, પણ હિંદુસ્તાનના લોકોને આર્થિક સ્વતંત્રતા હજી મળી નથી. ૧૯૫૭ પહેલાં હિંદુસ્તાનના ખેડૂતોને એ આર્થિક સ્વતંત્રતા મળે એ વિનોબાજીના સંકલ્પને Gandhi Heritage Porta © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 1423