લખાણ પર જાઓ

પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

4/25/2021 ૨. સર્વોદય સમાજના પાયા e સર્વોદયના સિદ્ધાંત પ્રમાણે સમાજરચના કરવી હોય તો સમાજમાં પ્રવર્તતાં મૂલ્યાંકને આપણે ધરમૂળથી બદલવાં જોઇશે. તેમાં મોટામાં મેટી વસ્તુ એ કરવી પડશે કે આજે સમાજમાં ધનની અને સત્તાની જે પ્રતિષ્ઠા જામી છે, તેને બદલે શ્રમની અને સેવાની પ્રતિષ્ઠા સ્થાપવી પડશે. ધન અને સત્તાની પ્રતિષ્ઠા એ જ આજે ચાલી રહેલા સધળાં યુદ્ધોના મૂળમાં છે. જે સમાજમાં શ્રમની અને સેવાની પ્રતિષ્ઠા સ્થપાય તે યુદ્ધો નાબૂદ થાય, અને દુનિયા જે શાંતિની ઝંખના કરી રહી છે તે શાંતિ દુનિયા ભોગવી શકે. ૨ : સર્વોદય સમાજના પાયા ઉપરના વિવેચન ઉપરથી એટલું તો સ્પષ્ટ થયું હશે કે સર્વોદય સમાજ ધર્મ અને નીતિના પાયા ઉપર રચાવા જોઈએ. આપણે સાધ્ય શુદ્ધ અને કલ્યાણકારી હોવું જોઈએ, એટલું જ બસ નથી, તેની સાથે આપણે જે સાધન વાપરીએ તે પણ શુદ્ધ હોવાં જોઈએ. યુરોપમાં ફિલસૂફનો એક વર્ગ એવા છે, જેઓ કહે છે, સાધુ શુદ્ધ હોય તો ગમે તેવાં સાધન ચાલે. આ ફિલસૂફી ભ્રામક છે, કારણ સાધ્ય ઉપર આપણો કાબુ નથી, પરંતુ સાધન ઉપર આ પણ સંપૂર્ણ કાબૂ છે. કેવાં સાધન વાપરવાં એ આપણા હાથની વાત છે. સાધ્ય ફળીભૂત થવામાં ઘણાં કારણો ભાગ ભજવે છે, અને તે બધાં કારણો પર આપણે કાબુ ધરાવતા હોતા નથી; પણ સાધન આપણા કાબૂમાં હોય છે એટલે આપણે હમેશાં શુદ્ધ સાધનો વાપરવાં જોઈ એ. - ૧, સત્ય અને અહિંસા—સાધનશુદ્ધિ સર્વોદય સિદ્ધ કરવા હોય તો સત્ય અને અહિંસાને આપણે વળગી જ રહેવું જોઈશ. માણસ માત્ર અપૂણ હોઇ, પૂણ સત્યને તેને ખ્યાલ આવી શકતો નથી, એટલે પોતે જેટલું સત્ય સમજા હોય તેટલું તેણે આચરવું રહ્યું. પોતે સમજેલું સત્ય એ જ ખરું અને Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 7150