પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૫
૧૧૫
 

________________

4/25/2021 ૧૫ ૧૯ ભૂદાનયજ્ઞ શ કરી કેટલાક એમ કહે છે કે આપણા દેશમાં જમીનના પ્રમાણમાં જમીન ઉપર ગુજરાન ચલાવનારાની સંખ્યા ઘણી વધારે છે, માટે જમીન ઉપર બોજો ઓછો કરેલ હોય તો એ વધારાના માણસોને બીજો ધંધો આપવો જોઈએ. આ કહેવું જેટલું સહેલું છે તેટલું જ એને અમલમાં મૂકવું અઘરું છે. વધારાના ખેડૂતોને બીજો કયો ધંધો આપવો એ એક મોટો પ્રશ્ન છે. એમને જે ખેતી સાવ છોડાવી દઈ બીજે ધંધે વળગાડવામાં આવે તો ખેતીની ખાસ મેસમ વખતે કામ કરનારાઓની ટાંચ પડે. મોસમ વખતે એકી સાથે મજુરની જરૂર પડે છે, એટલે ખરા ઉપાય ખેતીનું કામ કરનારાઓની સંખ્યા ઘટાડવાને નહીં, પણ ખેતીમાં જ્યારે પૂરતું કામ ન હોય તે વખતે ખેડૂતોને ખેતીને મદદગાર એવા બીજા ઉદ્યોગધંધા આપવાનો છે. તે આપણા દેશમાં વસ્તીના પ્રમાણમાં જમીન એટલી ઓછી છે કે દરેક ખેડૂતને એકલી ખેતીમાંથી જ તેનું ગુજરાન ચાલી શકે એટલી જમીન આપણે કદી આપી શકવાના નથી. આજે પણ જેઓ જમીનમાંથી એક પાક લે છે તેઓ વરસમાં ચારથી છ મહિના બેકાર રહે છે. કુદરતનો નિયમ એવો છે કે માણસ છે કે આઠ મહિના કામ કરે અને તેને બારે મહિનાનું ખાવાનું મળે એ સંભવિત નથી, એટલે આ ચાર કે છ મહિના માટે ખેડૂતોએ બીજો મદદગાર ધંધો શોધવો જ જોઈએ. વળી લાગલાગટ ચાર કે છ મહિના બેકારીના ખેડૂતને આવતા નથી. કોઈ દિવસ બે કલાક ખેતીનું કામ હોય તો કોઈ દિવસ ચાર કલાક હોય. આમ દરેક માણસના કામના કલાક ગણીને ચારથી છ મહિનાની બેકારી ગણવામાં આવી છે; એટલે પેલા મદદગાર ધંધા એવા હોવા જોઈએ કે માણસ પોતાની મરજી પડે ત્યારે તે કરવા બેસી શકે અને મરજી પડે ત્યારે છોડી દઈ શકે. આવો ધ ધ કપાસ વીણવાથી માંડીને સૂતર કતિવા સુધીની બધી ક્રિયાઓ કરવાનો છે. આ ઉપરાંત તેલવાણી, મધુમમ્મીપાલન, તાડગુડ વગેરે ધંધા ખેતીને મદદગાર ગણી શકાય. Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 15/23