પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૮
૧૧૮
 

________________

4/25/2021 ૧૧૮ સર્વોદય સમાજની ઝાંખી ગયું છે, અને ગામને આર્થિક બાબતમાં બને ત્યાંસુધી સ્વાવલંબી બનાવવાનું ક૯યું છે. અત્યારે આપણાં ગામડાંઓનું જે શોષણ થઈ રહ્યું છે તે અટકાવીને ગ્રામજીવનને સુખસગવડવાળું અને સમૃદ્ધ કરવું હોય તે ગામે સ્વાવલંબી બને જ છૂટકે છે. સમૃદ્ધનો અર્થ પૈસેટકે સમૃદ્ધ એમ નહીં, પણ ઉદ્યોગ, કળા, કારીગરી અને જ્ઞાનમાં સમૃદ્ધ, એ કરવાને છે. ગામડાંના લોકો આખો દિવસ કેવળ મહેનતમજુરી કર્યા કરે એવી ક૯પના નથી, પણ તેઓ સાહિત્ય, સંગીત અને કળાનો પણ ઉપભોગ કરી શકે, એટલી આવડતવાળા અને સંસ્કાર તથા રસવૃત્તિવાળા હોવા જોઈએ. ગામની શાળા દર અઠવાડિયે સંસ્કારનો કાંઈ ને કોઈ કાર્યક્રમ રાખે જ. એવા કાર્યક્રમ ગામલેકેને સંસ્કારી બનાવવામાં ઘણો ફાળો આપી શકે. a અત્યાર સુધી દુનિયામાં બે મોટી ક્રાન્તિઓ થઈ છે. ફ્રાન્સની ક્રાતિ વખતે એમનું સૂત્ર સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા સ્થાપવાનું હતું. ફ્રાન્સની ક્રાન્તિએ રાજાઓની સત્તા નામશેષ કરી લોકોને સ્વતંત્રતા આપી એમ ગણાય. પણ લોકો વાસ્તવમાં હજી રાજ્યસત્તાથી ખરા સ્વતંત્ર થયા નથી. રશિયાની ક્રાન્તિએ લોકોમાં સમાનતાની ભાવના આણી, પરંતુ સાચી સમાનતા રશિયામાં પણ સ્થાપી શકાઈ નથી, એનું મુખ્ય કારણ એ છે કે એ બન્ને દેશોમાં જે ક્રાન્તિઓ થઈ તે લોહિયાળ હતી, લોહિયાળ કાન્તિમાં બળજબરી એ મુખ્ય સાધન હોઈ એનાથી સાચી સ્વતંત્રતા અથવા સમાનતા આવી શકતી નથી. હિંદુસ્તાનમાં આપણે અહિંસાના પાયા ઉપર ક્રાન્તિ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આપણી ક્રાન્તિ સિદ્ધ થાય તે સ્વતંત્રતા અને સમાનતાની સાથે આપણે બંધુતા પણ સ્થાપી શકીએ. પેલી કાન્તિઓમાં તો એક વર્ગોનું નિકંદન કરવાનો પ્રયત્ન હતો. આપણે કોઈ વર્ગોનું નિકંદન કરવું નથી, પરંતુ તમામ લોકોમાંથી એમના વર્ગીય ખ્યાલે દૂર કરવા છે. એટલે કેઈનું નિકંદન કરવાને બદલે Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 18/23