પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૯
૧૧૯
 

________________

4/25/2021 ૨૦. ઉપસંહાર : એમના ખ્યાલે સુધારવા એ જ આપણો હેતુ છે. તેથી આપણો મદાર બળજબરી અથવા કાયદાના જોર ઉપર નથી, પણ સમ્યફ કેળવણી ઉપર છે. અત્યારની કેળવણીને પણ વર્ગીય કેળવણી જ કહી શકાય, કારણ તે એક એવો માર્ગ પેદા કરે છે જેનામાં શારીરિક મહેનતમજુરી પ્રત્યે અણગમો હોય છે. આ કારણે જ એ વગ બીજાઓના શોષણ ઉપર નભે છે, એ આજની કેળવણીની મોટી ખા મી છે. એ કેળવણીમાં પણ ક્રાન્તિ કરવામાં આવે તો જ સર્વોદયને માટે અનુકૂળ વાતાવરણ પેદા થઈ શકે. આજે આપણી સરકારોએ ગાંધીજીની નઈ તાલીમ અપનાવી છે, પણ એ ગાંધીજીના પૂરા અર્થમાં હોય એમ દેખાતું નથી. ગાંધીજી નઈ તાલીમનો જે અર્થ કરતા હતા તે અર્થમાં એ પૂર્ણ ક્રાન્તિકારી કેળવણી છે, કારણ એનો ઉદ્દેશ ઊંચામાં ઊંચી કેળવણી આજના ગરીબ માણસને પણ સુલભ કરવાને છે. પણ આપણે એમાં આપણું વિચારોનું મિશ્રણ કરવા પ્રયત્ન કરીને એના મૂળ સ્વરૂપને વિકૃત કરી નાખ્યું છે. સર્વોદયને માટે ગાંધીજીની નઈ તાલીમ તેના અસલી રૂપમાં આપણે સ્વીકારવી અને અમલમાં મૂકવી જોઇશે. તે જ જે ક્રાન્તિ આપણે ઇચછીએ છીએ તે ક્રાન્તિને આપણે લાવી શકીશું. એક રીતે કહીએ તો નઈ તાલીમ એ સાધન છે, જે વડે સર્વોદયના સાધ્યને આપણે પહોંચી શકીશું. - વિનોબાજીની ભૂદાનપ્રવૃત્તિ એ આ ક્રાન્તિ આણવાનું બીજું એક સાધન છે. ભૂદાનપ્રવૃત્તિ માત્ર જમીનની વહેંચણી કરીને અટકતી નથી; તેને અંતિમ ઉદ્દેશ તો જમીન ઉપરના તેમજ ઉત્પાદનનાં બીજાં સાધને ઉપરની ખાનગી માલીક હકક નાબૂદ કરવાના છે. વળી આપણાં ગામડાંને સ્વાવલંબી અને સ્વયંસંપૂર્ણ બનાવવા માટે ખેતીની સાથે ગોપાલન, ખાદી અને બીજા ગ્રામોદ્યોગ એ આવશ્યક છે. એ બધું મળીને ખેડૂતનું આર્થિક ઘટક થવું જોઈએ. એની સાથે નઈ તાલીમ ઉમેરાય એટલે એમાં કેળવણી અને સંસ્કાર પણ આવે અને સમગ્ર Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 1923