પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૧
૧૨૧
 

________________

4/25/2021 ૨૦. ઉપસંહાર પ્રયત્ન કરી રહેલા છે. બંને દેશો પાસે એટમ બોમ્બ અને હાઈડ્રોજન બોમ્બ છે એવું મનાય છે. એટમ ઓ કરતાં પણ હાઈડ્રોજન બેખ વધુ વિનાશકારી છે, અને તેને પ્રયોગ કરવા જતાં દુનિયામાંથી પ્રાણીમાત્રને નાશ થઈ જાય એવો ભય સેવવામાં આવે છે. આ રીતે જોતાં બંને દેશની વિચારધારા તત્ત્વતઃ ભિન્ન નથી. રશિયામાં સામ્યવાદ ચાલતા કહેવાય છે, પરંતુ ત્યાં પણ ખાનગી મિલકત અને આર્થિક અસમાનતા ઓછી નથી, છતાં ત્યાં તમામ પ્રજાનું હિત સાધવાની વાત થાય છે. તેની સામે મૂડીવાદી દેશોએ કલ્યાણરાજ્યની ભાવના ઊભી કરી છે, પરંતુ સમસ્ત પ્રજાનું કલ્યાણ સાધી શકે એવું રાજ્યતંત્ર કોઈ પણ દેશમાં હસ્તી ધરાવતું જોવામાં આવતું નથી. સર્વોદયમાં અર્થતંત્ર તેમજ રાજ્યતંત્ર વિકેન્દ્રિત કરવાને વિસર રહેલો છે. સમસ્ત પ્રજાનું કલ્યાણ કરવું હોય તો પ્રજાના દરેકે દરેક માણસને પોતાના તમામ કારભાર પોતે જ ચલાવવા દેવો જોઈએ. તે ઉપરાંત આર્થિક અને સામાજિક સમાનતા પણ સ્થાપવી જોઈએ. આવી સમાનતા વિના કેવળ કાયદાના જોરથી સમસ્ત પ્રજાનું કલ્યાણ સિદ્ધ કરી શકાય નહીં. પણ અત્યારે યુદ્ધની નાબતો ગગડી રહી છે તેને આપણે વિચાર કરતા હતા. આપણા મુખ્ય પ્રધાન જવાહરલાલજીની નીતિ અને સત્તાથી અલગ રહેવાની છે, પણ સર્વોદયની દષ્ટિએ કેવળ અલગ રહેવું એટલું બસ નથી. અત્યારે આપણે લશ્કરી ખર્ચ આપણુ દેશની આર્થિક સ્થિતિના પ્રમાણમાં ઘણું વધારે ગણાય. તેમ છતાં મોટા શસ્ત્રસજજ દેશને મુકાબલે આપણું લશ્કરી બળ કશી વિસાતમાં નથી, એટલે આપણું સ્વમાન અને સ્વતંત્રતા સાચવવાં હોય તો લશ્કરી બળ ઉપર આધાર રાખવાનું છોડી દઈ આપણે આપણું નૈતિક બળ જ વધારવું જોઈએ. ગમે તેટલાં શસ્ત્રબળવાળા દેશ સામે આપણા નૈતિક બળથી મુકાબલો કરવાનું આપણને આવડવું જોઈએ. અમે અગાઉ કહી ગયા છીએ કે દુનિયાનો સર્વનાશ અટકાવવો હોય તો કોઈક દેશે તો શસ્ત્રસંન્યાસ કરીને નૈતિક બળ ઉપર ઝૂઝવાની Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 21123