પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

4/25/2021 સર્વોદય સમાજની ઝાંખી પૂણ છે એવો તે આગ્રહ રાખી શકે નહીં. બીજાએ સમજેલું સત્ય વધારે ખરું હોય એમ પણ સંભવે. તેથી પોતે સમજેલું સત્ય તેણે બીજા ઉપર બળજબરીથી લાદવાનો આગ્રહ રાખવો જોઈએ નહીં. તે માટે તેણે અહિંસક રહેવું ઘટે છે. તે જ આપણે બીજાને અન્યાય કરતા અટકીએ. આપણું સત્ય અધૂ શું હોય છે તેથી જે કાંઈ નુકસાન થાય તે, આપણે અહિંસક રહ્યા હોઈએ તો, આપણે એકલાને જ ભોગવવું પડે છે. એક રીતે કહીએ તો અહિંસા એ સાધન છે અને સત્ય એ આપણું સાય છે. સર્વોદયમાં સૌનું કલ્યાણ અભિપ્રેત હાઇ એવા સમાજનો પાયો સત્ય અને અહિંસા ઉપર જ મંડાલો જોઈ એ, અને સાધનશુદ્ધિનો ખાસ આગ્રહ રાખવો જોઈ એ. સર્વોદય સાધવાના આપણા પ્રયત્નમાં તથા આપણા બીજા વ્યવહારમાં બળજબરીને સ્થાન ન હોઈ શકે. આ સિદ્ધાન્તને માનનારા આપણે મુઠ્ઠીભર હાઈ એ તો બીજાઓને આપણા વિચારના કરવાના પ્રિયત્નમાં આપણે સરી પીટીએ, પણ બળજબરી ન વાપરીએ. તેમ કરીએ તો આપણા ધ્યેયને જ આપણે નુકસાન પહોંચાડીએ. વળી બીજાના મતને દબાવી દેવાનો પ્રયત્ન કરવા જઈએ તો પણ આપણા કાર્યને આપણે નુકસાન પહોંચાડીએ. સર્વોદયમાં તો સ પૂણ” મતસ્વાતંત્ર્યને અને પ્રચારસ્વાતંત્ર્યને આપણે ઉત્તેજન આપવાનું છે. | સર્વોદયની દષ્ટિએ સ્થાપવાની સમાજરચનાનો આરંભ આપણા પોતાના જીવનમાં પરિવર્તન કરીને કરવાના છે. આપણા વ્યક્તિગત તેમજ સામાજિક જીવનમાં અસત્ય તેમજ હિંસાને પ્રયોગ આપણે નહીં કરીએ એવી પ્રતિજ્ઞા કરવાની છે. એના પ્રયત્નમાં આપણામાં કશી કચાશ ન હોવી જોઈએ. ૨. સામાજિક અને આર્થિક સમાનતા | સર્વોદય સમાજને બીજે પાયે સામાજિક અને આર્થિક સમાનતા છે. સર્વોદય સમાજમાં સામાજિક દૃષ્ટિએ માણસ માણસ વચ્ચે ઊંચનીચનો કશો ભેદભાવ ન હોય, અત્યારે અમુક જ્ઞાતિ ઊંચી Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 8/50