પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨. સર્વોદય સમાજના પાયા
 


અને અમુક જ્ઞાતિ નીચી ગણાય છે તે ન હોય. તેમજ જાતિ (Races) જાતિ વચ્ચે પણ ઊંચાનીચાપણું ન હોય. જ્યાં આવી સ્થિતિ વર્તાતી હોય ત્યાં અમુક જ્ઞાતિઓને અસ્પૃશ્ય ગણવાનું તો સંભવી જ ન શકે. તે જ રીતે કામ કામ વચ્ચે જે વેરભાવ જોવામાં આવે છે તે પણ ન હોઈ શકે, તેમજ સ્ત્રી અને પુરુષ વચ્ચે પણ પૂરેપૂરી સમાનતા હોય, વળી જુદા જુદા ધર્મો વચ્ચે પણ ભેદભાવને બદલે સમભાવ-સરખાપણાનો ભાવ પ્રવર્તતો હોય. આપણા દેશમાં સામાજિક ઊંચનીચ ભાવનું પ્રાબલ્ય ઘણા લાંબા વખતથી ચાલતું આવ્યું છે. એને આપણે ધર્મનું એક અંગ માન્યું છે, તેથી જ બીજા ધર્મના લોકો અહીં આવ્યા ત્યારે એમના ધર્મનો પ્રચાર અહીં જલદી થયે, કારણ ઇસ્લામ અને ખ્રિસ્તી ધમમાં આપણા જેવા સામાજિક ઊંચનીચ ભાવ નહોતે. એ ધમેનો પ્રચાર આપણા દેશમાં એમની રાજસત્તાને લીધે થશે એમ કહેવામાં કે માનવામાં પૂર્ણ સત્ય નથી. ઇસ્લામનો પ્રચાર મુસલમાન રાજાઓએ નહીં, પણ એમના ફકીરએ અને એલિયાએ કર્યો છે. હિંદુઓમાં જેઓ પોતાને ઊંચ વર્ણના માનતા તેમણે બીજી વર્ગોને અન્યાય કર્યો તેને લીધે એ વર્ણોએ ઇસ્લામ સજીખુશીથી સ્વીકાર્યો. દક્ષિણ હિંદુસ્તાનમાં કેટલાક ઊંચ વર્ણના લોકોએ સમજીને ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો છે, જ્યારે ઉત્તરમાં મોટે ભાગે અસ્પૃશ્ય ગણાતી કામાએ ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો છે. સર્વોદય માં હિંદુઓની ઊંચનીચના ભેદભાવવાળી જ્ઞાતિવ્યવસ્થાને બિલકુલ સ્થાન ન હોઈ શકે. એ વ્યવસ્થા તોડવામાં આવે તો જ સર્વોદય સ્થાપી શકાય. સર્વોદયમાં હિંદુમુસલમાન-ખ્રિસ્તી વગેરે કેની ભેદને પણ સ્થાન નથી. માણસ પોતાની મરવડ પ્રમાણે કોઈ પણ ધર્મ પાળી શકે. દરેકે સર્વધર્મ સમભાવની વૃત્તિ રાખવી જોઈ એ. અત્યારે સમાજમાં જે આર્થિક અસમાનતા જોવામાં આવે છે તે પણ સર્વોદય સમાજમાં ન હોઈ શકે. આર્થિક સમાનતા વિના