પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧
૧૧
 

________________

4/25/2021 ૨. સર્વોદય સમાજના પાયા ૧૧ સમાજમાં શ્રમજીવી અને બુદ્ધિજીવી એવા બે વર્ગ પડી ગયેલા જોવામાં આવે છે. તેમાં શરીરશ્રમ કરતાં બુદ્ધિની કિંમત ઘણી વધારે અંકાય છે. આપણે સમાજમાં સર્વોદય સિદ્ધ કરે હોય તે આ જાતના ભેદ કાઢી નાંખે જ છૂટકો છે. આદર્શ સ્થિતિ તો એ છે કે દરેક માણસ શરીરશ્રમ કરીને આજીવિકા મેળવે અને પોતાની બુદ્ધિને ઉપયોગ સમાજની સેવાને માટે કરે. આટલે સુધી ન પહોંચી શકાય તોપણ શરીરશ્રમની અને બુદ્ધિની કિંમત સરખી અંકાવી જોઈ એ; જોકે શરીરશ્રમ અને બુદ્ધિ એ બે તદ્દન નિરનિરાળી વસ્તુઓ નથી. શારીરશ્રમ કરવામાં પણ બુદ્ધિની જરૂર પડે છે અને બુદ્ધિજીવી લેકેને પણ કાંઈક તો શ્રમ કર જ પડે છે, છતાં શ્રમજીવી અને બુદ્ધિ જીવી એ ભેદ પાડવામાં આવ્યો છે, એ ભેદ સર્વોદય સમાજમાં ભૂંસી નાખવો જોઈશે. - સકાઓથી શ્રમની પ્રતિષ્ઠા અને મૂલ્યની આપણે અવજ્ઞા કરતા આવ્યા છીએ, એટલું જ નહીં, પણ જે લોકો સમાજને માટે શ્રમ કરીને અનાજ પકવે છે, ઘી દૂધ તથા શાકભાજી પૂરાં પાડે છે, કપડાં વણે છે, ઘર બાંધવાની મજૂરી કરે છે, વાસણ માંજે છે તથા કપડાં ધુએ છે, શેરીએ સાફ કરે છે, પાયખાનાં અને મુતરડીએ સોફ કરે છે, તેમને આપણે હલકી અને નીચ જાતિના ગણીએ છીએ. કેટલાકને તો આપણે આપણા અભિમાનમાં અસ્પૃશ્ય ગણીએ છીએ. | બીજી તરફથી ધન, સત્તા અને પુસ્તક-પાંડિત્યને માન આપવામાં આવે છે. મહેનતમજૂરી કરી સમાજને માટે જરૂરી વસ્તુઓનું ઉત્પાદન કરનારા તથા સમાજનાં જરૂરી કામ કરનારાને આપણે હલકા ગણીએ છીએ. તેનું પરિણામ એ આવે છે કે એ લોકોને પણ પિતાનાં કામ ગમતાં નથી, એશઆરામી જીવન પ્રત્યે એ લોકોમાં પણ આકર્ષણ વધતું જાય છે. સૌને એવું જીવન ભોગવવાનું મળી શકતું નથી એ જુદી વાત છે, પણ એવા જીવનની ઝંખના તે એમનામાં રહે જ છે, અને જે તક મળે તે મહેનતમજૂરીનાં કામ છોડી દેવા તેઓ તયાર Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 11/50