પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨
૧૨
 

________________

4/25/2021 ૧૨ સર્વોદય સમાજની ઝાંખી હોય છે. પરિણામ એ આવે છે કે અકકલ-હાશિયારીવાળા માણસો આવાં કામમાંથી પહેલી તકે ભાગી છૂટે છે. સર્વોદય સાધવા માટે આ વિચારમાં ભારે પરિવર્તન કરવું પડશે.' સમાજને ઉપયોગી શ્રમ કરો અને શ્રમ કરવા માટે શરીરને બરાબર કેળવવું એ સંસ્કારિતાનું આવશ્યક લક્ષણ ગણવું જોઈ એ. ૪. ગામડાંની સ્વયંસંપૂર્ણ તા. સર્વોદય સમાજના એથે પાયો એ છે કે સમાજમાં નાના નાના ઘટકો, દાખલા તરીકે, એ ક એક ગામડું અથવા બેત્રણ નાનાં ગામડાંને સમૂહ, એ આર્થિક બાબતમાં લગભગ સ્વયંસ પૂર્ણ હોય. આને આપણે વિકેન્દ્રિત અર્થરચના કહીએ છીએ. ગામડાંમાં ખેતીની સાથે લાકે ગોપાલન તથા ગૃહઉદ્યોગ કરીને અનાજ ઉપરાંતની બીજી જરૂરની ચીજો પેદા કરી લે તો તેઓ પોતાની પ્રાથમિક જરૂરિયાતની બધી ચીજોની બાબતમાં લગભગ સ્વાવલંબી થઈ શકે. પોતાના પ્રદેશમાં અનતી જ ન હોય અથવા બની શકતી ન હોય એવી કેટલીક ચીજો તેમને બહારથી લાવવી પડે, પણ તે બહુ ઓછી હોય. વળી તે વિના જીવન નભી જ ન શકે એવું તો ન જ હોય. અત્યારે ચાલતી અર્થ રચના પ્રમાણે આપણી પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ માટે પણ આપણે દૂર દૂરના દેશો ઉપર આધાર રાખવો પડે છે; તેથી આપણું જીવન ઘણે ભાગે પરાવલંબી થઈ ગયું છે. આસમાનીસુલતાની આફતોને લીધે કોઈ વાર એવું બને કે પર દેરાથી વસ્તુઓ આવી ન શકે, ત્યારે આપણે લાચારી ભોગવવી પડે. અમે સુચવી છે તેવી વિકેન્દ્રિત અર્થરચનામાં આપણે સાચી સ્વતંત્રતા ભોગવી શકીએ. e રાજકીય બાબતમાં પણ આપણાં ગામડાં પૂરેપૂ ર્ સ્વરાજ ભોગવતાં હોવાં જોઈ એ. સત્તાનું મૂળ અથવા ઊગમ ગામડામાં હાય. ત્યાંથી તાલુકામાં, તાલુકામાંથી જિલ્લામાં, જિલ્લામાંથી પ્રાન્તમાં અને પ્રાતમાંથી મધ્યવતી કેન્દ્રમાં, એમ સત્તાના વર્તુળના વિસ્તાર થતો જાય. અહીં સત્તા એટલે અહિંસક સત્તા એમ સમજવાનું છે. નાનામાં Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 1250