લખાણ પર જાઓ

પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩
૧૩
 

________________

4/25/2021 , સર્વોદયનું જીવનધોરણ ૧૩ નાનું વર્તુળ પિતાને લગતી મહત્વની બાબતમાં સ્વતંત્ર અને સ્વપર્યાપ્ત હોય. e પણ આ બધું જો જ્ઞાનપૂર્વક થાય તો જ કામનું છે. બ્રિટિશ રાજ્યની સ્થાપના થઈ તે પહેલાં આપણે ત્યાં ગૃહઉદ્યોગ અને ગ્રામઉદ્યોગો સારી રીતે ચાલતા અને આપણાં ગામડાં લગભગ સ્વાવલંબી અને સ્વયં સંપૂણ હતાં. ઈંગ્લંડમાં યંત્રઉદ્યોગોની સ્થાપના થઈ ત્યારે પોતાને માલ હિંદુસ્તાનમાં કેવી રીતે દાખલ કરો અને ખપાવવા તે માટે ત્યાંની ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ એક કમિટી નીમી હતી. એ કમિટીએ એવો રિપોર્ટ કરેલો કે હિંદુસ્તાનનાં ગામડાંના લાકે એટલા સાદા અને પોતાની જરૂરિયાતોની બાબતમાં એટલા સ્વાવલંબી છે કે તેનાં ગામડાંઓમાં આપણા માલ શી રીતે દાખલ કરો એ પ્રશ્ન અમને ભારે મૂંઝવનાર લાગે છે. પણ આપણાં ગામડાંને સ્વાવલંબીપણું રૂઢ પરંપરાને લીધે હતું. એ જ્ઞાનપૂર્વક નહોતું, એની પાછળ એક જાતની જડતા હતી એટલે સસ્તો અને આકર્ષક પરદેશી માલ આવતાં આપણે લલચાયા અને આપણા ઘણા ગ્રામઉદ્યોગ અને ગૃહઉદ્યોગો પડી ભાંગ્યા. તેથી જ અમે કહીએ છીએ કે આ બધી વસ્તુઓમાં જ્ઞાન એતપ્રેત હોવું જોઈએ. આપણે જે નવી સમાજરચના કરવા માંગીએ છીએ તેની પાછળ જ્ઞાન હશે તો જ તે અમલમાં લાવી શકીશું અને તો જ તે ટકી શકશે, ( ૩ : સર્વોદયનું જીવનધોરણ આજકાલ જીવનધોરણ ઊંચું લાવવાની વાત એશિયાના લગભગ બધા દેશમાં ચાલે છે. યુરોપ અને અમેરિકાને મુકાબલે એશિયા અને આફ્રિકાના વતનીઓનું જીવનધેરણ બહુ નીચું છે, એમાં શક નથી; એટલે આપણા જીવનધોરણને આજે છે તે કરતાં ઊંચું કરવાની જરૂર તો છે જ, પણ જીવનધોરણ ઊંચું કરવું એટલે શું એ વિશે Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 13/50