________________
4/25/2021 સર્વોદય સમાજની ઝાંખી ધણા વિચારો અને લેખકે સ્પષ્ટ નથી. એક અંગ્રેજ લેખકે આપણા દેશનું જીવનધોરણ ઊંચું ચડવા લાગ્યું છે એ બતાવવા લખ્યું હતું કે ગામડાંના લોકે પહેલાં કરતાં સારાં ઘરમાં રહેતા થયા છે. ઘણાં ઘરો પાકાં બાંધેલાં હોય છે અને ઉપર પતરાં નાખેલાં હોય છે જેથી ઘરમાં પાણી ગળે નહીં. લોકે પહેલાં કરતાં વધારે કપડાં પહેરે છે. ચા પીવાનું તે દૂર દૂરનાં ગામડાં સુધી પહોંચી ગયું છે. નાનાં નાનાં ગામડાંમાં પણ હારેલા જોવામાં આવે છે. નાના ગામના લેકે શહેરે અથવા કસબાના કે મારા ગામનાં બજારમાં જાય ત્યારે સાડાવૈટર અને લેમનેડ જરૂર પીએ છે. તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે મેટરબસને ઉપયોગ કરે છે. મોટરબસે ગામડે ગામડે પહોંચી ગઈ છે. ધણાં ગામડાંના લોકો વીજળીની બૅટરીઓ વાપરે. છે. તેઓ વિમાનમાં બેઠા નહીં હોય, તોપણ વિમાન તેમણે જોયું તો હશે જ, વગેરે.” જીવનધોરણ ઊંચું થયાની ઉપર જણાવી તેવી હકીકત બેદી છે. જીવનવારણ વધ્યું છે કે નહીં એ સાચેસાચું જેવું હોય, તે પહેલાં તો એ જોવું જોઈએ કે આપણને જે ખોરાક મળે છે તે પૂરતો પૌષ્ટિક છે કે નહીં, ટાઢ, તડકા તથા વરસાદના રક્ષણ સામે જરૂરી કપડાં લેકેને પહેરવા મળે છે કે નહીં, આપણાં રહેવાનાં ઘર પૂરતાં હવાઉજાશવાળાં છે કે નહીં, વળી તેનાં આંગણાં અને આસપાસની જગ્યા બરાબર સ્વચ્છ છે કે નહીં, આપણાં બાળકોને આપણે સારી કેળવણી આપી શકીએ છીએ કે નહીં, તેમજ મંદવાડ વખતે ઉપચારની અને આરામની સગવડ આપણને મળે છે કે નહીં, વળી જરૂરી પ્રવાસ, જે કેળવણીનું એક અંગ છે તે, કરવાની સગવડ આપણી પાસે છે કે નહીં. આ બધું દેશના દરેકે દરેક માણસને સર્વોદયમાં મળી શકવું જોઈએ. - જ્યારથી અનાજ ઉપર અંકુશે અને માપબંધો દાખલ થયાં ત્યારથી શહેરાના શ્રીમંતોને પણ ખાવા માટે સારું અનાજ મળી શકતું નથી. હવે અંકુશ હળવા થયા છે એટલે પરિસ્થિતિ કાંઈક Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 1450