પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫
૧૫
 

________________

4/25/2021 ૩. સર્વોદયનું જીવનધોરણ સુધરી છે ખરી, છતાં પૌષ્ટિક ખોરાકનો વિચાર કરીએ તે આપણા દેશની વસ્તીના ૮૦ ટકા જેટલા ભાગને ઘી-દૂધ જોવા પણ મળતાં નથી. ઉપલા મધ્યમ વર્ગના અને શ્રીમંત લેકે ઘી-દૂધ ખાય છે ખરા, પણ એમને ચોખ્ખું ઘી-દૂધ મળવું દોહ્યલું થઈ પડ્યું છે. દૂધમાં પાણી અથવા આરોગ્યને નુકસાનકારક વસ્તુઓ મેળવવામાં આવે છે. વળી વનસ્પતિ’નો પ્રચાર એટલો બધો વધી ગયો છે કે છેક અંદરના ભાગમાં, કૂર દૂરનાં ગામડાંમાં પણ, તે દાખલ થઈ ગયું છે. ગામડાંમાં પણ ચેખું ઘી મળે એનો ભરોસ પડતો નથી. લોકે વલેણા માં જ વનસ્પતિ નાંખી દે છે. એને છાશનો પાસ લાગે છે એટલે એ ઘી ચેપ્યું હશે કે વનસ્પતિમિશ્રિત હશે તે સહેજે પારખી શકાતું નથી. બીજી રીતે પણ ખોરાકની ચીજોમાં ભેળસેળ કરવાનું સર્વસામાન્ય થઈ પડ્યું છે. વળી આપણા અજ્ઞાનને લીધે પણ આપણે મોટે ભાગે આરોગ્યને નુકસાનકારક ખોરાક ખાઈ એ છીએ. જીવનધોરણ ઊંચું કરવું એનો અર્થ સામાન્ય રીતે એવો કરવામાં આવે છે કે આપણી જરૂરિયાત ઉત્તરોત્તર વધાર્યો જવી. એવું મનાય છે કે જરૂરિયાતો વધાર્યું જવાની અભિલાષા રાખવાથી માણસ પ્રગતિ સાધી શકે છે. થોડેથી સંતોષ માનીને બેસી રહેવાથી તે કશી નવી શોધ કરી શકતો નથી, અને એની પ્રગતિ અટકી પડે છે. પણ આપણી જરૂરિયાત વધાર્યો જઈએ તો તેનો અંત ક્યાં આવે તે કહી શકાતું નથી. માણસને ઘેર ઘોડાગાડી હોય, એને મેટર રાખવાનું મન થાય. એક મોટર સંપાડી શકે એટલે પ્રગતિ કરવી હોય તો તેણે એ મેટર રાખવી જોઈએ. પછી તે ઘરનાં બધાં માણસો માટે અલગ અલગ મેટર રાખવાનો વિચાર આવે. ઘરના રાચરચીલામાં વધારો જ કર્યું જવાનું મન થાય. આમ જીવન વધુ ને વધુ ખર્ચાળ બને. પછી તે ખર્ચને પહોંચી વળવા માણસ અનેક આડાઅવળા ધંધા કરે. અત્યારે અમેરિકાનું જીવનધોરણ સૌ દેશો કરતાં ઊંચું ગણાય છે, પણ તેથી ત્યાંના લોકો સુખી કે સંતોષી છે એમ કહી શકાય નહી. Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 1550