પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬
૧૬
 

________________

4/25/2021 સર્વોદય સમાજની ઝાંખી જીવનધોરણ ઊંચું કરવું એટલે વધારે ખર્ચાળ કરવું એ અર્થ કરવામાં આવે છે. પછી તો એની ઘેલછા લાગે છે અને માણસનું સુખ દૂર ને દૂર જતું જાય છે. | સર્વોદય સમાજમાં જીવનધોરણ ઉત્તરોત્તર ખર્ચાળ કરવાને બદલે બને તેટલું સાદું રાખવું જોઈશે. સર્વોદયમાં પ્રજાના તમામ વર્ગો આવી જાય છે. તેમનું જીવનધોરણ વધારે જરૂરિયાતવાળું કરવું એ શકય પણ નથી અને ઈષ્ટ પણ નથી. જીવનધોરણ ઊંચું કરવામાં અંતે તો માણસ ઘણી વસ્તુઓને બગાડ કરે છે. આપણી જરૂરિયાત છેવટે તો કુદરત પાસેથી જ આપણે મેળવી લેવાની હોય છે, એટલે જીવનધોરણ ઊંચું કરવાને માટે આપણે કુદરતની અવિચારી લૂંટ ચલાવવી પડે છે. વળી અત્યારે ચાલતાં યુદ્ધોની પાછળ એનાં મૂળ કારણ જોવા જઈએ તો જીવનધોરણ ઊંચું કરવાની હરીફાઈ જ માલુમ પડશે. અને યુદ્ધોમાં એટલી બધી વસ્તુઓનો વિનાશ થાય છે કે યુદ્ધને અંતે યુદ્ધમાં ઊતરેલા દેશને હલકુ જીવનધોરણ સ્વીકારવું પડે છે. e ખરા ઊપાય એ છે કે આપણું જીવનધરણ અમુક મર્યાદામાં અને સાદું રાખવું. સાદાનો અર્થ કંગાળ એવો અમે કરતા નથી. ઉપર અમે કહ્યું તેમ માણસને પોષક ખોરાક મળે, સાદાં કપડાં સળે, સ્વચ્છ અને હવાઉજાશવાળું રહેવાનું ઘર મળે, બાળકને સારી કેળવણી આપી શકાય, મંદવાડ વખતે ઉપચારની સગવડ મળે અને જરૂરી આરામ મળે તથા અમુક અમુક વખતે પ્રવાસ કરવાની સગવડ મળે એવા જીવનધોરણને અમે જરૂરી ગણીએ છીએ. પણ આ બધું એવી સાદાઈથી ગોઠવાવું જોઈએ કે આવા જીવનને વધુ ખર્ચાળ બનાવવાની જરૂર ન હોય. જીવનની ઉપર જણાવી તેવી સગવડે મેળવવા માટે નાણાં કરતાં જાતમહેનત ઉપર આપણે વધુ આધાર રાખીએ. - આજે પૃથ્વીપર્યટન કરનારા ઘણા પ્રવાસીઓ જોવામાં આવે છે, પણ તેઓ આગગાડીમાં દોડતા અથવા વિમાનમાં ઊડતા, દુનિયા Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 16/50