પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭
૧૭
 

________________

4/25/2021 5 d૪ ૧૭ ૩. સર્વોદયનું જીવનધોરણ નાં મોટાં મોટાં શહેરો જ જુએ છે. મોટાં શહેરોમાં દેશનું ખરું દર્શન થતું નથી. એવા પ્રવાસીઓ જુદા જુદા દેશો વચ્ચે આચારવિચારના વિનિમયનું સાધન બની શકતા નથી. પ્રવાસનો હેતુ નવી નવી , વસ્તુઓ જાણવા જોવાનો હોય છે. પ્રવાસ તે ચીની સાધુએ ફાહિયાન9 અથવા હ્યુએનસાંગને કહેવાય; અથવા એશિયામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરનાર હિન્દી બૌદ્ધ ભિખ્ખઓનો ગણાય; અથવા આજના છે જમાનામાં ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવના પ્રદેશ શેધી કાઢનાર છે મહાન પ્રવાસીઓનો ગણાય. અમુક મર્યાદિત સમયમાં પૃથ્વીપર્યટન પર કરનારાઓ તો પાસ લે માફક રેલમાં, સ્ટીમરમાં અથવા વિમાનમાં ખડકાઈ ને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે, એમ જ કહેવાય. જ પ્રવાસનો હેતુ દેશવિદેશનું દર્શન કરી જ્ઞાન સંપાદન કરવાનો, અને તેનો લાભ પિતાના માનવબંધુઓને આપવાનો હોય અથવા હોવો જોઈ એ. . . . . ( S S છે. અત્યારે આપણાં જીવન છેક કંગાળ અને કૂવામાંના દેડકા જેવાં થઈ ગયાં છે. એ ધ્વનમાં આપણે જરૂર પલટો આણવો છે, પણ આપણે સર્વોદય સાધવો હોય તે આપણી રહેણીકરણી તે અવશ્ય સાદી રાખવી જોઈએ. આજે જેને ઊંચું અને સંસ્કારી જીવન કહેવામાં આવે છે તે નોકરોની મદદ વિના તથા બીજા માણસની મજૂરીનો લાભ લીધા વિના ભોગવવું શકય નથી. એ નોકરી અને મજૂરી કયાં રહે છે અને કેવી રીતે રહે છે તે આપણે જાણતા નથી અથવા જાણવાની દરકાર રાખતા નથી. આવા જીવનમાં બીજાનું શોષણ અપરિહાર્યા છે. તેથી પણ સર્વોદયમાં સાદું જીવન આવશ્યક છે. થો વિચારના અને જ્ઞાનના ક્ષેત્રમાં આપણે ઘણાં ઉદ્યનો કરીશું, પણ બીજાને ભેગે અથવા બીજાને કષ્ટ આપીને જીવનધોરણ ઊંચું કરવું, એટલે વધારે ખર્ચાળ બનાવવું એ બિલકુલ ઈષ્ટ નથી. અત્યારે આપણે કુદરતી સંપત્તિની અવિચારી લૂંટ ચલાવી રહ્યા છીએ. એને સ, ૨ OF Gandhi Heritage Portail © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 17/50