પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮
૧૮
 

________________

4/25/2021 સર્વોદય સમાજની ઝાંખી અર્થ તે એટલે જ છે કે ભવિષ્યની પેઢીના મેઢામાંથી કાળિયે - ઝૂંટવી લઈ આજે આપણે ખાઈએ છીએ. કોલસા, કેરોસીન, ધાતુઓ વગેરે કુદરતી સંપત્તિને તૈયાર થતાં હજારો કે લાખો વર્ષ લાગ્યાં હોય તેને આપણે અમુક સે વર્ષમાં ખલાસ કરી નાખીએ છીએ. આના જવાબમાં એમ કહેવામાં આવે છે કે નવી નવી શોધોને કશી મર્યાદા નથી. પરંતુ નવી શોધને ઉપયોગ આપણે જેટલા વિનાશમાં કરી રહ્યા છીએ તેટલે માણસનાં સુખસગવડો વધારવામાં કરતા નથી. આજના જમાને વિજ્ઞાનમાં આગળ વધેલું ગણાય છે, પણ પ્રજ્ઞા અથવા ડહાપણમાં આગળ વધેલો દેખાતો નથી. આજે વિજ્ઞાનનો યોગ હિંસાની સાથે થયો છે. તેથી જ દુનિયાની બધી રાજસત્તાઓ એકબીજાના વિનાશની સાધનસામગ્રી તૈયાર કરવામાં જીવલેણ હરીફાઈ કરી રહી છે. એનાથી થાકીને આપણે શાંતિને માગે વળીએ, તેના કરતાં સમજીને શાંતિને માર્ગે વળીએ એ બહેતર છે. વિજ્ઞાનને યોગ અહિંસાની સાથે કરવાની જરૂર છે, તો જ માનવજાતિ સુખી થશે અને જ્ઞાનવિજ્ઞાનમાં પ્રગતિ સાધી શકશે. સાદી રહેણી તથા ઉચ્ચ વિચારમય જીવન એ સર્વોદયની દષ્ટિએ માનવજાતિનું ધ્યેય હાવું જોઈએ. ૪: સ્વાવલંબી ગામડાં અત્યારે ગામડાં અને શહેર વચ્ચે એક જાતની ઠંડી હરીફાઈ અથવા ઠંડુ યુદ્ધ ચાલી રહેલું દેખાય છે. તેને પરિણામે આપણા દેશમાં ગામડાં ઉત્તરોત્તર ભાંગતાં જાય છે, અને શહેરા આપણી ક૯પનામાં પણ ન આવે એવાં વધતાં જાય છે. આજથી ત્રીશ વર્ષ પહેલાં અમદાવાદ જેવા શહેરની વસ્તી બે અઢી લાખની હતી તે આજે આઠ લાખ ઉપર ગણાય છે. મુંબઈની વસ્તી દશ બાર Gandhi Heritage Porta © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 18/50