પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦
૨૦
 

________________

4/25/2021 સર્વોદય સમાજની ઝાંખી ટાઢ ઉડાડવા વચ્ચે તાપણું કરી એની આસપાસ માણસે ગૂંચળું વળીને સૂઈ રહે છે. હવે તે તાપણું કરવા લાકડાં મળવા પણ દુર્લભ થવા લાગ્યાં છે. આવી સ્થિતિમાં ગામડાંઓએ બચવા માટે શું કરવું, એ એક વિકટ પ્રશ્ન છે. - મિલઉદ્યોગને લીધે ખેતીમાં મદદગાર ગ્રામોદ્યોગો પડી ભાંગ્યા છે. આપણો દેશ આજે ખેતીપ્રધાન કહેવાય છે, પણ યંત્રઉદ્યોગના આક્રમણ પહેલાં તે કેવળ ખેતીપ્રધાન નહોતે. અનાજ અને દુધ-ધી ઉપરાંત પોતાના વપરાશની લગભગ બધી ચીજો લેક ગામડાંના ગ્રામઉદ્યોગો અને ગૃહઉદ્યોગો દ્વારા તૈયાર કરી લેતા. આજે તે એ બધી વસ્તુઓ ગામડાંના લોકોને ખરીદવાની હોય છે, અને ખરીદવા માટે પૈસા જોઈએ તે સારુ પોતાના ખાવા માટે વર્સ ચાલે એટલું અનાજ ન હોય છતાં મોટા ભાગના ખેડૂતોને અનાજ વેચી નાખવું પડે છે. આમ બેકારીની સાથે તેમને ભૂખમરો વેઠવો પડે છે. [ આપણાં ગામડાંઓએ ભૂખમરે અને કંગાલિયતમાંથી બચવું ( હોય તો તેમની પાસે એક જ ઉપાય છે : તેમણે પોતાના ગ્રામઉદ્યોગ અને ગૃહઉદ્યોગો સજીવન કરવા જોઈએ. એકલી ખેતી ઉપર ગામડાં નભી શકે એવી સ્થિતિ હવે રહી નથી. આપણા દેશની વસ્તીમાં ઘણા વધારો થયો છે. એટલી વસ્તીની બધી જરૂરિયાતો એકલી ખેતીમાંથી પૂરી ન પડે એ સ્વાભાવિક છે. ગઈ લડાઈ વખતે આપણને પ્રત્યક્ષ થયું કે અનાજની બાબતમાં પણ આપણે પૂરા સ્વાવલંબી નથી, પરંતુ આપણે ધારીએ અને પ્રયત્ન કરીએ તે અનાજની બાબતમાં સ્વાવલંબી થવું આપણે માટે અઘરું નથી. ખેડ, ખાતર અને પાણી 'એ ખેતીનાં આવશ્યક અંગ છે. ગરીબાઈ, આળસ અને અજ્ઞાનને લીધે એ ત્રણેમાં આપણે શિથિલ છીએ, અને જમીનની જોઈએ 'તેવી માવજત કરતા નથી. સરકાર તરફથી નહેરોની વિશાળ જનાઓ થઈ છે. તે પૂરી થયે ઘણી જમીનને પાણી મળતું થશે, છતાં પાણીના પુરવઠાની નાની નાની યોજનાઓ હાથ ધરવાની જરૂર તે ઊભી રહેશે. Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 20150