પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨
૨૨
 

________________

4/25/2021 સર્વોદય સમાજની ઝાંખી તરીકે ઉપયોગ કરવા માટે લોકોને સમજાવવા જવું પડે. એટલે સહેલે રસ્તો આપણે પકડયો છે, પણ એ સહેલો રસ્તો ખતરનાક છે. P. વળી આપણા દેશમાં જણદીઠ ખેતીઉપયોગી જમીન બહુ ઓછી હોવા છતાં એ જમીનની વહેંચણી એટલી અન્યાયી છે કે તેને લીધે ખેતી અનાર્થિક (Uneconomic) થઈ પડી છે. આપણા દેશની ઘણી જમીન બિનખેડૂત એવા જમીનદારી અને શાહુકારોના હાથમાં છે. તેઓ જાતે ખેતી કરતા નથી, પણ ખેડૂતો પાસેથી ગણેત ઉઘરાવી આવક કેમ કરવી એ જ દૃષ્ટિ રાખે છે. જમીનને વધારે ઉપજાઉ બનાવવા તરફ તેમનું ધ્યાન હોતું નથી, તેથી જમીનની વહેંચણી સાચા ખેડૂતોમાં થવાની બહુ જરૂર છે. તે માટે વિનોબાએ આરંભેલા ભૂદાન યજ્ઞ બહુ જ સમયોચિત અને આપણા દેશની ખેતીના સુધાર માટે આવશ્યક છે. જમીનની ન્યાયી વહેંચણી થાય અને ખાતર તથા પાણીની સગવડ થાય તો પણ અત્યારે જેટલા માણસે ખેતી ઉપર નભે છે તે સધળાનું એકલી ખેતીમાંથી સારી રીતે ગુજરાન ચાલી શકે એમ નથી. ખેડૂતોના સારી રીતે ગુજરાન માટે આર્થિક ઘટક અમુક એકર ખેતીને ન ગણાવો જોઈએ, કારણ તેટલા એકર આપણે ખેડૂતને આપી શકવાના નથી. પણ ખેડૂતના ગુજરાનનો આર્થિક ઘટક ભાગે આવતી અમુક એકર જમીન ઉપરાંત ગોપાલન, ગ્રામોદ્યોગો તથા ગૃહઉદ્યોગો એ બધું મળીને ગણાવો જોઈએ. તે ખેડૂતને પોતાની બીજી જરૂરની વસ્તુઓ ખરીદવા માટે પોતાને ખાવા માટે આવશ્યક અનાજ વેચી નાખવું પડે નહીં તે માત્ર વધારાનું અનાજ જ વેચે. જેમ ખેડૂતનું છે તેમ ગામડાંના કારીગરોનું પણ છે. તેઓને બારે માસ પિતાના ધંધામાં કામ મળી શકતું નથી. ખાસ કરીને ચોમાસામાં તેમને બેકારી ભોગવવી પડે છે, એટલે ગામડાંના કારીગરોએ પોતાની પાસે થેડી જમીન હોય તો એ જમીન ઉપર, નહીં તો ખેતમજૂર તરીકે, ચોમાસામાં કામ કરવું જોઈએ. ખેડૂતોની Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 2250