પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩
૨૩
 

________________

4/25/2021 ૪. સ્વાવલંબી ગામડાં . ૨૩ તથા ગામડાંના કારીગરોની કામની જોગવાઈ આ પ્રમાણે થાય તો બંનેને બારે માસ પૂરતું કામ મળી રહે. રબારી-ભરવાડનો પ્રશ્ન પણ આપણા દેશમાં બહુ વિકટ છે. આજ સુધી તેઓ ગોપાલનનું તથા બકરાંધેટાં પાળવાનું કામ કરતા આવ્યા છે. તે માટે તેઓને વિશાળ બીડ મળી રહેતાં, પણ જ્યારથી ખેતી માટે તે બીડે તેડવામાં આવ્યાં ત્યારથી એમને ગોપાલન કરવું તથા બકરાંધેટાં પાળવાં એ મુશ્કેલ બનતું થયું છે. જ્યાં સુધી આપણા દેશમાં વિશાળ બીડે હતાં ત્યાંસુધી ખેતી અને ગોપાલન એ અલગ અલગ ધંધા તરીકે નભી શકતાં પણ હવે એવો સમય આવ્યો છે કે રબારી-ભરવાડ ખેતી કર્યા સિવાય નભી શકશે નહીં. જમીનની પણ, મનુષ્યવસ્તીની વૃદ્ધિ સાથે, ટાંચ પડવા લાગી છે, એટલે ઢોરને એકલા ચરણ ઉપર નભાવી શકાય એટલી ચરણની જમીન આપણે જુદી કાઢી શકીશું નહીં. માટે રબારી-ભરવાડોએ ખેતી ઉપરાંત લીલા ઘાસચારા પાણી પાઈને ઉગાડવા પડશે. વળી ગોપાલનને બધો બજે એકલા તેમના ઉપર ન નાખતાં ખેડૂતોએ પણ ગોપાલક થવું પડશે. આજ સુધી પોતાનાં ઢોરને જ્યાં ચરવાનું મળે ત્યાં રબારી-ભરવાડો લઈ જતા. આજે તો એવાં ચરણ પૂરતાં નહીં હોવાથી તેમને ખેડૂતની જમીનમાં ભેળાડ કરવો પડે છે. એક રીતે જોઈએ તો ખેડૂતો અને પશુપાલકે વચ્ચેને આ ઝઘડે બહુ જૂનો છે. હિંદુસ્તાનમાં આ આવ્યા ત્યારથી જાણે આ ઝઘડે ચાલતો આવ્યો છે. આ આવ્યા ત્યારે ગોપાલક હતા. અહીં આવીને તેઓ ખેડૂતો બન્યા. તે માટે તેમને અહીંના અસલ વતનીઓ સાથે લડાઈઓમાં ઊતરવું પડેલું. ત્યારપછી શક, હૂણ અને મેગલે આવ્યા તેઓ પણ પશુપાલકા જ હતા. અહીં આવીને તેઓ ખેતી કરતા થયા અને અહીંના વતનીઓ સાથે ભળી ગયા. અહિંસાની દૃષ્ટિએ આ ઝઘડો મટાડવાના ઉપાય આપણે શોધવો જ જોઈએ. સારામાં સારો ઉપાય એ છે કે ખેડૂતોએ ગોપાલક થવું, અને રબારી-ભરવાડો, જેઓ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 23/50