પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪
૨૪
 

________________

4/25/2021 २४ સર્વોદય સમાજંની ઝાંખી એકલા પશુપાલકો છે તેમણે પશુપાલકના કામ ઉપરાંત ખેડૂત થવું. આજે રબારી-ભરવાડો પાસે પૂરતી જમીન નથી, એટલે તેમને પણ ભૂમિહીન ગણી જમીન મળવી જોઈ એ. 1 1 - ' પછી રહ્યો ગામડાંને શાહુકાર વર્ગ. એ વર્ગ સામાન્ય રીતે ખેડૂતોને તથા કારીગરોને નાણાં ધીરવાનું કામ કરે છે. પહેલાંના વખતમાં જ્યારે આપણાં ગામડાં મોટે ભાગે સ્વયંસંપૂર્ણ હતાં ત્યારે પણ ખેડૂતોને અને ગામડાના કારીગરને અવારનવાર નાણાંની જરૂર પડતી અને એ જરૂરિયાત આ શાહુકો વર્ગ પૂરી પાડતો. પણ બ્રિટિશ અમલ પહેલાં તે ખેડૂતની જમીન લખાવી લઈ શકતા નહીં અને તે જમીનના માલિક પણ થઈ શકે નહીં. તે ધીરેલાં નાણાં ખેડૂતે પકવેલા પાકમાંથી જ તે વસૂલ કરતો. ખેડૂતની જમીન ઉપર કદી તે એંઠી નજર કરી શકતા નહીં. તે વેળા જમીન એ વેચવા ખરીદવાની વસ્તુ હતી જ નહીં. કોઇ જમીનનો વેપાર કરી શકતું નહીં. એટલે આજે ગામડાંમાં ધીરધાર કરનારાઓને અથવા વ્યાજખોરોન જે માટે વર્ગ જોવામાં આવે છે તેવો મોટો વર્ગ પહેલાં ગામડાંમાં હતો નહીં. વળી ખેડૂતો અને કારીગરે પોતાની જરૂરિયાતો માટે મોટે ભાગે સ્વાવલંબી હાઈ ગામડાંમાં વેપારીઓ પણ ચેડા હતા. અમુક ગામના સમૂહ વચ્ચે કેટલાંક મોટા ગામે અથવા કસબાઓ હતા ત્યાં તેઓ રહેતા. તેઓ ગામડાંની વધારાની વસ્તુઓ ખરીદી શહેરોમાં પહોંચાડતા તથા ગામડાંમાં ન બની શકતી કેટલીક વસ્તુઓ શહેરમાંથી લાવી ગામડાંમાં વેચતા. પણ આવો વેપાર બહુ નાના પ્રમાણમાં અને ગામડાંની આવશ્યકતા મુજબ જ ચાલતો, એટલે શાહુકારો અને વેપારીઓ, જેઓ મોટે ભાગે એક જ વર્ગના હતા તેમનું ગામડાંમાં જે સ્વાભાવિક સ્થાન હોય તે તેઓ ભગવેતા. આજે તો શહેરોમાં મેટી મિલે અને કારખાનાંઓ થતાં ગામડાંમાંથી પણ ઘણી રોકડ મૂડી શહેરોમાં ધસડાઈ જવા પામી છે અને ગામડાં અને શહેરા વચ્ચે જે સ્વાભાવિક અને એકબીજાને પોષક સંબંધ હોવો જોઈએ તે રહ્યો Ganan Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 2450