પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬
૨૬
 

________________

4/25/2021 २६ સર્વોદય સમાજની ઝાંખી નાણાંવ્યવહારમાં ખેડૂત અને કારીગરો પોતાની વસ્તુ વેચતી વખતે પણ લૂંટાય છે, અને ખરીદતી વખતે પણ લૂંટાય છે. આ બધે પ્રકાર શી રીતે બને છે તે સમજાવવા માટે અલગ પ્રકરણની જરૂર છે. અહીં" એટલું ફરી કહીશું કે ખેડૂતો અને ગામડાંના કારીગરોએ નાણાંના પ્રપંચમાંથી બચી જવાની જરૂર છે અને આપણાં ગામડાંએ સ્વાવલંબી અને સ્વયંસંપૂર્ણ થવું એ જ તેમને માટે તરણોપાય છે. આપણાં ગામડાંઓએ સ્વાવલંબી અને ખાધે પીધે સુખી થવું હોય તો એક ઉપાય એ છે કે તેમણે પોતાને ત્યાં પેદા થતા કાચ માલ બહાર મોકલવો નહીં, પરંતુ એ કાચા માલમાંથી તૈયાર માલ બનાવીને બહાર મોકલો. દાખલા તરીકે, કપાસ અથવા રૂ વેચી નાંખવાને બદલે તેનું તૈયાર કાપડ કરીને પોતાની જરૂરિયાત કરતાં જેટલું વધે એટલું બહાર વેચવું. વળી શેરડી વેચી દેવાને બદલે તેને ગોળ તૈયાર કરી તે બહાર વેચો. એ જ પ્રમાણે તલ અથવા મગફળી વેચી દેવાને બદલે તેનું તેલ કરીને તે બહાર વેચવું. આમ કરવામાં ખેડૂતોને પોતાના કપાસિયા મળશે. શેરડીના કૂચા રહેશે તે બળતણના કામમાં આવશે, તથા તલ અને મગફળીને ખેળ પિતાને ત્યાં રહેશે તે પોતાના ઢોરને ખવડાવવા માટે તથા વધે તે ખાતર તરીકે કામ આવશે. - જંગલની પેદાશ પણ આપણે કાચા રૂપમાં બહાર મોકલીએ છીએ, તેને બદલે તેને તૈયાર માલ જંગલમાં અથવા જંગલની પાસે કરવામાં આવે તો જંગલના લોકોને પણ પૂરતું કામ મળી રહે. | આમ આપણુ ગામડાં સ્વાવલંબી અને મોટે ભાગે સ્વયંસંપૂર્ણ થાય તો જ અત્યારે તેની જે લૂંટ ચાલી રહી છે તેમાંથી બચી શકે. Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 26/50